SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ તસુ ભુયવલ્લીય કાર કમલ, પીણ પોહર તુંગ, પરિપૂરિય સિંગાર રસિ, કણય કલસ કાર ચંગ.' ૧૧ જયસિંહસૂરિનો દ્વિતીય ‘નેમિનાથ ફાગુ’ આંતરયમકવાળા દુહામાં રચાયેલો છે. એમાં પણ પ્રારંભે આવતું વસન્તવર્ણન નોંધપાત્ર છે. યમકસાંકળીમાં પ્રાચીન પ્રશિષ્ટ ‘વસંતવિલાસ'નો રણકાર સ્થળે સ્થળે સંભળાય છે. ધનદેવગણિકૃત સુરંગાભિધ નેમિ ફાગ' (ઈ.સ. ૧૪૪૬, સં. ૧૫૦૨) : આ ફાગુમાં કુલ ૮૪ કડીઓ છે. એની છંદોરચના ઉપરના ફાગુઓ કરતાં વધારે સંકુલ છે. એમાં પ્રથમ ‘કાવ્ય’ નામથી નિર્દિષ્ટ થયેલો શાર્દૂલવિક્રીડિત, અને એ પછી રાસક, અહૈયુ અને ફાગ (=આંતર યમકવાળા દુહા)ની કેટલીક કડીઓના બનેલા દસ એકમો કે ઘટકો છે. કાવ્યને પ્રારંભે તેમ અંતે એક એક સંસ્કૃત શ્લોક આપ્યો છે. પ્રારંભનો મંગળાચરણનો શ્લોક આ પ્રમાણે છે : नत्वानंतगुणात्मकं सुरनतं संसारनिस्तारकं विश्वानन्दविधायकं जिनपतिं श्रीआदिदेवं प्रभुम् । स्मृत्वा श्रीश्रुतदेवतां जननतां निःशेषजाड्यापहां श्रीनेमेरतुलं करोमि सकलं फागं सुरंगाभिधम् ।। નેમિવિષયક ફાગુકાવ્યોમાં નાયકનું વર્ણન કચિત્ જ કર્યું હોયછે. આમાં નેમિકુમારનું આ પ્રમાણે વર્ણન આવે છે : દંતા દાડમ બીજડાં, અધર બે જાચાં પ્રવાલાં નવાં, દીપઈ સું જલ આંષડી કમલની જેસી હુઇ પાંષડી, નાસા સા શુક ચંચડી, ભમહડી દીસð બેઊ વાંકુડી, બોલું બહુના, કુમાર જમણું કાંઇ અ ઓપઈ નહીં.' ૩૨ ‘સુરંગાભિધ નેમિ ફાગ’માં ‘વસંતવિલાસ' સાથે સામ્ય ધરાવતી પંક્તિઓ મળે છે. ઉ.ત. નીચેની કડીનું ‘વસંતવિલાસ'ની ૩૧મી કડી સાથે ઉત્કટ સામ્ય છે : ચંપકની દીસઇ એ કલી નીકલી પીલી ય અંગિ, કિરિ એ રાણિ રણદીવીય, નવીય કરીય અર્નિંગ.' ૪૫ સોમસુન્દરસૂરિષ્કૃત રંગસાગર નેમિફાગ’– વિ.સં.ના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચાયો છે. એ ૧૧૯ કડીનું વિસ્તૃત કાવ્ય છે, જેને કવિએ ‘મહાફાગ’નું અભિધાન આપ્યું છે. એમાં કવિએ ઉજ્વલ શબ્દાલંકારની શોભા આણવાની પ્રતિજ્ઞા કરી છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy