SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ નીચેની પંક્તિઓ ‘પહિલઉં પણમિસું સરસતિ, સરસ તિ કવિતવિલાસ. ૧ મલયાનિલ મહિ વાયઉ, આયઉ કામગિદાહ. ૧૭ પંથિય-જણ-મણ કંપએ, ચંપએ અંગ અનંગ, વિરહિણી હિઇ હિત ધ્રૂજએ, કૂજએ મુજ પિય અંગ. ૧૮ કણય૨ કલી અતિ વાંકુડી, આંકુડી મયણચી જાણિ.' ૨૦ એ ‘વસન્તવિલાર્સ’ની નીચેની પંક્તિઓ સાથે ઉત્કટ સામ્ય ધારે છે : *પહિલઉં સરસતિ અરિચક્ષુ ચિસ વસંતવિલાસુ. ૧ પદિમની પિરમલ બકંઈ લહકઇં મલયસમી૨, મયણુ જિહાં પરિપંથીય પંથીય ધાર્ધે અધીર. ૫ વિધુર વિયોગિની ધ્રૂજŪ કૂજઇ મયણિકશોર. ૨૬ કેસૂય કલી અતિ વાંકુડી આંકડી મયણચી જાણિ. ૩૪ કાવ્યમાં પ્રથમ સોરઠ અને દ્વારકાનું વર્ણન કરીને પછી કૃષ્ણનો એમની સહસ્ર પટરાણીઓ સાથેનો વનવિહાર વર્ણવ્યો છે. વનશ્રીનું વર્ણન, અને સ્ત્રીઓના શૃંગારનું નિરૂપણ કવિએ કૌશલથી કર્યું છે : દિસિદ્ધિસિ ફૂલિ વણરાઇ, જાઇ બઉલ સુગંધિ, સૌખ્ય-પરાયણ રાયણ, રાયણ-ફૂલભર બંધિ, ૧૯ સોહઇ લિ સહકાર, કોઇલિ કરઇ ટહકાર, પંચમ રાગૂ એ, જણ સુહભાગૂ એ. ૨૧ સોહઇ સિરિ સિરિતાલ, ચંપિક ચંપક માલ, નવ નવ કેતકીએ, મયણહ કેતુ કિ એ? ૨૨ ચંદન નંદન ગંધ, ભોગિય ભોગિ સંબંધ, ૧૦ અલિકુલ રણઝણð એ, કામી કુણકુણઇ એ. ૧૦ ૨૪ કાવ્યના ઉત્તરાર્ધમાં કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા ખેલી એનું વર્ણન છે : નાચઇ ગોપિય વૃંદ, વાઇ મધુર મૃદંગ,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy