SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૨૮૧ સુંદરીઓના અંગસૌન્દર્યનું વર્ણન કવિએ કેવી છટાથી કર્યું છે તે જુઓ : ‘કાન કિ ઝલકઈ વીજ નઉ બીજનઉ ચંદ કિ ભાલિ, ગલ્લ હસઈ સકલંક મયંકહ બિંબુ વિશાલ. મણિમય કુંડલકાનિ રે વાનિ હસઈ હરીયાલ, પંચમુ આઈવઈ કંઠિ રે કંઠિ મુતાહલમાલ. વીણિ ભણઉં કિ ભુજંગમ્ જંગમુ મદનકુમાણ, કિ રિ વિષમાયુધિ પ્રકટીય ભૃકુટીય ધણુહ સમાણ. ભમહિ કિ મનમથ ધણીય ગુણ હોય વરતણું હાર, બાણ કિ નયણ રે મોહઈ સોહઈ સયલ સંસાર.- કડી ૫૫, ૫૭, ૫૮, ૬ ૧ છેલ્લી બારેક કડીઓમાં ભ્રમરની અન્યોકિતરૂપે કામી પ્રિયતમને નાયિકા ઉપાલંભ આપે છે, એમાં ‘ભાગવત'ના ભ્રમરગીતની પ્રેરણા કારણભૂત હોઈ શકે. આ શૃંગારી કાવ્યના કર્તા વિષે કે. હ. ધ્રુવે એ બ્રાહ્મણ હોવાની સંભાવના કરી છે એ સર્વથા સત્ય છે. તેઓ માને છે કે વસન્તવિલાસ'માં કડીએફડીએ જે જીવનનો ઉલ્લાસ ઊભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે એનો કવિ સંસારથી કંટાળેલો વિરાગી નહીં, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરુષ હશે... સમગ્ર કાવ્યમાં કોઈ પણ સ્થળે જૈન ધર્મનો સુવાસ ફરતો જોવામાં આવતો નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય. નારાયણ ફાગુ'- ‘વસંતવિલાસ’ પછી લગભગ અર્ધ શતકે “નારાયણ ફાગુની રચના થઈ છે. એના કર્તા વિષે કશી શ્રદ્ધેય માહિતી ઉપલબ્ધ થતી નથી. ક.મા. મુનશીએ એના કવિનું નામ નતર્ષિ હોવાની સંભાવના રજૂ કરી હતી, પણ એ શબ્દ ત્યાં કવિના અભિધાનનો સૂચક નથી. અન્ય વિદ્વાનોએ કીર્તિમરુને એનો કવિ જણાવ્યો છે, એ પણ કેવળ તર્ક જ છે. “નારાયણ ફાગુની ૬ ૭ કડી છે, જેમાંની છેલ્લી ત્રણ સંસ્કૃત શ્લોકરૂપ છે. વસન્ત વિલાસ' માત્ર દૂહા'ના ફાગુબંધમાં રચાયો છે, ત્યારે ‘નારાયણ ફાગુ'માં એ ઉપરાંત “રાસઉ', ‘આંદોલ', અને “અદ્વૈઉ', એ માત્રા બંધો આવે છે. પ્રારંભ દુહા'થી થાય છે, તે પછી “અદ્વૈઉ “રાસક અથવા બરાસઉ' અને “આંદોલ' યોજાયો છે, જેમાં વચ્ચેવચ્ચે ફાગુબંધ ગૂંથાયો છે. ઉત્તરકાલીન અનેક જૈન અને જૈનેતર ફાગુઓની માફક આ “નારાયણ ફાગુ' ઉપર પણ ‘વસંતવિલાસનો પુષ્કળ પ્રભાવ પડ્યો છે. ઉ. ત. “નારાયણ ફાગુની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy