SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગુસાહિત્ય : જૈન અને જૈનેત૨ ૨૮૩ મોડઇ અંગ સુરંગ : સારંગધર વાઇન મટિર એ. ૪૨ : ગાઇ અભિનવ ફાગ, સાચવÛ શ્રી-રાગ; નવ ગતિ થૂંકઈ પાગઃ સારંગધર વાઇ ન મટિર એ. ૪૩ તારા માંહિ જિમ ચંદ, ગોપિય–માંહિ મુકુંદ; પણમઇ સુરનર ઈંદ, સારંગધર વાઇ ન મટિર એ.૧ ૪૮ ‘હિવિલાસ ફાગુ’– ‘હિરવિલાસ ફાગુ' એ ‘વસંતવિલાસ’ પછી પ્રાપ્ત થયેલા જૈનેતર ફાગુઓમાં વિરલ મહત્ત્વ ધરાવે છે. એનો રચનાસમય નિશ્ચિતપણે જણાયો નથી, પણ એની ભાષા, અને સંયોજનપ્રણાલીના અનુલક્ષમાં એના સંપાદક, હરિવલ્લભ ભાયાણી એને વિક્રમના સોળમાં શતકમાં મૂકે છે.૧૨ એનો વિષય કૃષ્ણની બાળલીલા અને રાસલીલાનો છે. ‘વિષ્ણુપુરાણ'ના પાંચમા અંશના અધ્યાય ૩ થી ૧૬માંના પ્રસંગોનો આધાર લઈને એની રચના કરી છે. એમાંથી કથયિતવ્યની પુષ્ટિ અને અનુમોદન માટે વીસેક શ્લોકો કાવ્યમાં ઉધૃત કરેલા છે. આ કાવ્યની એક જ પ્રતિ પ્રાપ્ત થઈ છે, જેમાં કાવ્ય અપૂર્ણ રહ્યું છે. કાવ્યમાં પ્રારંભની તેવીસ કડીમાં કૃષ્ણની બાળલીલાના પ્રસંગો- પૂતનાવધ, યમલાર્જુનભંજન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, ઇ.- આપીને, પછી આઠ કડીઓમાં (કડી ૨૪-૩૧) કવિએ દાણલીલાનું અને એ પછીની સો કડીઓમાં (કડી ૩૨-૧૩૨) કૃષ્ણની રાસલીલાનું વર્ણન કર્યું છે. એ પછી પ્રતિ ખંડિત છે – પછીનો અંશ લુપ્ત થયો છે. રાસલીલામાં નીચેનાં વર્ણનો અંતર્ગત છે- શરદવર્ણન, કૃષ્ણરૂપવર્ણન, વેણુવાદન, ગોપી-ઉત્કંઠા અને શૃંગારવર્ણન, કૃષ્ણની અંતર્ધાન લીલા, ગોપીવિરહવર્ણન (કડી ૬૦-૭૬), એમનું કૃષ્ણ સાથે પુનર્મિલન (૭૭-૮૨), વસંતવર્ણન (૮૩-૮૯), વિરહિણી વર્ણન અને ભ્રમરાન્યોક્તિ (૯૦-૧૦૦), રાસલીલાવર્ણન(૧૦૧૧૧૧), અને ગોપીરૂપવર્ણન (૧૧૨-૧૩૨). આ વર્ણનો જ હિવિલાસ ફાગુ'નું ઉત્તમાંગ છે. જૈનેતર ફાગુઓમાં કૃષ્ણ અને ગોપીઓના વસંતવિલાસ'ને વર્ણવતા અદ્યયાવત્ બે જ ફાગુઓ-નારાયણ ફાગુ’ અને ‘હિવિલાસ ફાગુ’– પ્રાપ્ત થયા છે, એ દૃષ્ટિએ આ ફાગુનું ઘણું મહત્ત્વ છે. વિષ્ણુપુરાણના કથાંશ અનુસાર કૃષ્ણની બાળલીલા અને દાણલીલાને ફાગુસ્વરૂપમાં વિસ્તારથી નિરૂપતી રચના તરીકે ‘હિવિલાસ ફાગુ'નું સ્થાન અનન્ય છે. ‘વસંતવિલાસ’ની માફક જ ‘હરિવિલાસ’માં સંસ્કૃત-બહુધા ‘વિષ્ણુપુરાણ’માંથી અને બે અન્ય કૃતિઓમાંથી-શ્લોક આપ્યા છે. આ સંમતિના શ્લોકોના આયોજનમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy