SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૬૯ જઉ જલહીણી માછલી જી, જીવઈ નહી જગ માંહિ, કંત વિઠૂણી કામિની જી, તિમ તિમ ષીણી થાઈ.' (૩: ૨૩૩-૨૩૫) આમ પદ્મનાભની શૈલી યથાપ્રસંગ સમુચિત સ્વરૂપ ધારે છે. આ પ્રબન્ધમાંનાં ક્ષાત્રતેજે ઝળહળતાં વીરરસનાં કે કુંવરી પિરોજાને અવલંબીને આલેખાયેલાં વિપ્રલંભ શૃંગારનાં સુંદર ચિત્રોની જોડ જડવી આપણા સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં મુશ્કેલ છે. સામાજિક જીવનનાં ચિત્રો ‘કાન્હડદે પ્રબન્ધ’માં તત્કાલીન સામાજિક જીવનનાં કેટલાંક સુરેખ ચિત્રો મળે છે. ઈસવી સનના તેરમા સૈકાના અંતભાગ સુધીમાં ગુજરાત અને મારવાડ સમૃદ્ધ હતાં. ગુજરાતનાં મોટાં મોટાં નગરોમાં, ખાસ કરીને તો સાગરપટ્ટીનાં નગરોમાં સોનાં– રૂપાં અને રેશમી વસ્ત્રોની છાકમછોળ હતી. મુસલમાન સેનાએ ગુજરાતનાં નગરોમાંથી અનગળ દ્રવ્ય લૂંટ્યું હતું. એમણે તડીયાં નગર સર્વે ધંધોલ્યાં, દીઠાં સાયરપૂર, સોનાં રૂપાં અનઇ સાવઝૂ, કાચાં લીયાં કપૂર. (૧:૬૯) મારવાડની ભૂમિ પણ એવી જ સર્વથા સમૃદ્ધ હતી. સૌનાં ઘર ધનધાન્ય અને જરિયાન વસ્ત્રોથી સભર હતાં : નવકોટી નામિ ભણૂં મારૂઆડ ઘણ દેસ; ધણ કણ ઘર સવિકહિ તણઇ કપ્પડ કણય સુવેસ.' (૧:૬) સમૃદ્ધ અને શાંત ગુજરાતમાં ધાર્મિક વાતાવરણ સર્વત્ર પ્રસરેલું હતું સર્વત્ર યજ્ઞયાગાદિક થતા, દેવપૂજા થતી, વિપ્રોને દાન અપાતાં, શ્રુતિસ્મૃતિપુરાણાદિકની આલોચના થતી, તીર્થયાત્રાઓ કરવામાં આવતી. એનું વર્ણન કરતાં કવિ કહે છે : જિહાં પૂજિજ્યઇ સાલિગ્રામ, જિહાં જપિજ્યઇ હિરનઉં નામ; જિણિ દેસઈ કરાયઇ જ્યાગ, જિહાં વિપ્રનઈ દીજ્યઈ ત્યાગ; જિહાં તુલસી પીપલ પૂછ્યઇ, વેદ પુરાણ ધર્મ બૂઝીયઈ, જિણિ દેસઈ સહૂ તીરથિ જાઇ, સ્મૃતિ પુરાણ માનીયઈ ગાઈ.' (૧:૧૫-૧૭) કવિએ સહુ નગરોમાં જાલોરનું વર્ણન અત્યંત ઉમંગથી કર્યું છે. કવિએ જાલો૨ના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy