SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૬૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ તુરક પતિ પાડીઆ દૈવિ, વઇરી દીધઉં પૂરું એહવાં વચન ઘામણાં બોલઈ, બિહુ કરિ પીટઈ આપ, કહાં જનમ તણાં ઈણિ વેલાં, આવી લાગાં પાપ.” (૧ઃ૧૫૯, ૧૭૪) પુણ્યપ્રશંસામાં એ યુગની જીવનદષ્ટિનું વર્ણન છે. એની મંદ-પ્રશાન્ત શૈલી જુઓઃ પુણ્યવંતનાં દુસકૃત ટલઈ, પુણ્યવંતનઈ ચામર ઢલઈ, પુણ્યવંત સિરિ છત્ર ધરાઈ, પુણ્યવંત નવિ પાલા જાઈ પુણ્ય મયગલ બાઝઈ બારિ, પુણ્યવંત ભુજ નવાઈ હારિ, પુણ્યઈ હુઈ નિત નવલા રંગ, પુણ્યાં સુણીવેણિમૃદંગ' (૧૯૨૨૮, ૨૨૯) સોમનાથના વિધ્વંસ પ્રસંગે કવિનો પુણ્યાત્મા કકળી ઊઠે છે. ધર્મવિધ્વંસના એ નિરૂપણમાં એની શૈલીમાં કેવો પુણ્યપ્રકોપનો આવેશ છે! ‘આગઈ રુદ્ર ઘણઈ કોપાનલિ, દૈત્ય સવે તંઈ બોલ્યા, તઈં પૃથ્વી માંહિ પુણ્ય વરતાવ્યાં, દેવલોકિ ભય વલ્યા. તઈ બાલિ કામ ત્રિપુર વિધ્વસિઉ, પવનવેગિ જિમ ફૂલ, પદ્મનાભ પૂછઈ સોમાયા! કેયૂ કરવ૬ ત્રિસૂલ.' (૧ઃ૧૦૧,૧૦૨) કવિની બાની યથાપ્રસંગ મધુરકોમલ પણ બને છે. વિજ્યોત્સવના ધોળમાં એ લલિતકોમલ છે : બહાર નિગોદર બહિરષા, સષી નેઉર રણઝણકાર કિ; જીત૬ સહાય વધામણું એ. ત્રાટ કડુ કરિ કનકમાં, સષી મોતીયડે પુરુ ચુક કિ; જીત તિલક કરુ કુંકુમ તણાં, સષી તિણિ રગિ રાઉ વધાવું કિ. જીત૬. (૧:૨૪૫-૨૪૭) શાહજાદી પિરોજાના વિલાપમાં એની મર્મવેધી વિરહવેદનાના કરુણગંભીર સૂરો રેલાયા છે : કઈ નઈ મનમથ દૂહવિલ જી, કઈ હું નિરગુણ નારિ, પ્રીયુ પરદેસણિ વીનવઈ જી, આપઈ આપ સંભારિ. દિવસ દોહિલઈ નીગમેં જી, રવણિ ઘણેરી થાઈ, વિરહ વેદન માહરી કહિનિ કહું જી, પ્રીય વિણ રહિણુ ન જાઈ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy