SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ અટંકી ગઢનું વર્ણન કેવા સામર્થ્યથી કર્યું છે તે જુઓ : લંક ત્રિકૂટ સિરીષડઉ રે, ગોરીઅડે ગઢ દીઠ; કનકસકોમલ ફૂદડી એ, વિચિ વિચિ રતન બઈઠ. તરલ ત્રિકલસાં ઝલહલઇ રે, ધજ ધરીઈ વિસાલ, રચીઈ ચંદ્ર આ ચઉફલા એ, માંહિ મોતીયડે જાલ. કાન્હમેરિ કોઠા ઘણા એ, દીસઇ દીપકમાલ.' (૩:૧૫૩-૧૫૭) ગઢ ગિરૂઉ જિસઉ કૈલાસ, પૂણ્યવંતનઉ ઊપર વાસ; જિસઉ ત્રિકૂટ ટાંકણે ઘડઉ, સપતાત કોસીસે જાડઉ. ઘણી ફારકી વિસમા માર, જીણઇ ઠામિ રહઈ ઝૂઝર; ઝૂઝબાણની સમદા વલી, વિસમા વાર વહઈ ઢીંકુલી.' (૪:૩૩-૩૪) એ પછી કવિએ જાલોર નગરનું એનાં ચૌટાં, ચોક, અને હાટોનું, એનાં ગગનચુંબી દેવાલયો અને જિનમંદિરોનું વર્ણન હોંશથી કર્યું છે : = નગર માંડવી વારૂ પીઠ, આછી ખેરા ચોલ મજીઠ, ચહુટાં ચઉક ચઉતરાં ઘણાં... સેરી સાંથ મોકલી વાટ, નગર માંહિ છોહપંક્તિ ઘટ.' (૪:૧૫, ૧૮, ૧૯) આસાપુરી આદિ યોગિની, દેવ ચતુર્મુષ ગણપતિ અની, કાન્હસ્વામી ગિરૂઆ પ્રસાદ, શિષર તડોવિડ લાગુ વાદ. આઠ પુહ૨ નિત પૂજા કરઈ, ઈંડે ધ્વજાવસ્ત્ર ફ૨હરઈ. વલતઇ વારિ હુઇ નિતુ જાત્ર, નાટકનૃત્ય નચવાઈ પાત્ર. જોઇ જિણાલાં ઠામ વિસાલ, વસહી દેહરાં નઈ પોસાલ.' (૪:૨૧,૨૨,૨૩) જાલોરમાં કેટલી બધી વાવો અને જળાશયો હતાં! ‘ગઢ ઉપર જલઠામ વિસાલ, ઝાલર વાવિ કુંડ જાબાલિ, વારૢ વાવ માંડહી તણી, સાહણ વાતિ અતિ સોહામણી, રાણી તણી વાવિ ગંભીર, નટરષ વાવ નિરમલ ની.' (૪:૨૪, ૨૫) એના પવિત્ર કુંડોમાં પર્વસ્નાનનો મહિમા હતો. જાલો૨માં અનેક પરબો અને અન્નક્ષેત્રો હતાં : પાણી તણી પર્વ અપાર, સહૂ કો માંડઇ સત્રૂકાર.' (૪:૨૯)
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy