SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૬ ૭ પાદશાહ અલાઉદ્દીન અને ઉલુઘખાન જેવા સરદારોના આલેખનમાં પણ કવિએ અપૂર્વ કૌશલ દાખવ્યું છે. સ્ત્રીપાત્રોનું આલેખન પણ આ પ્રધાનપણે વીરરસના કાવ્યમાં શક્ય એટલી સૂક્ષ્મતાથી અને રસિકતાથી કર્યું છે. સોમચંદ્ર વ્યાસ, હીરાદે જેવાં ગૌણ પાત્રો અને ભાઈલ કે વીકો સેજવાલ જેવાં ખલપાત્રોનાં આલેખનમાં પણ કવિનું સામર્થ્ય અછતું રહેતું નથી. એ સર્વમાં જીવન્ત પ્રાણ ધબકે છે. તેથી જ મુનશીએ નોંધ્યું છે કે : “He Padmanabha) is perhaps the only one of the many writers of the period who has handled characters and events so well and truly.' શૈલી પદ્મનાભની શૈલી સામાન્ય રીતે તેજસ્વિની, પ્રભાવભરી, સુદ્દઢ છે. એ કૂચના વર્ણનમાં વેગવતી અને યુદ્ધના વર્ણનમાં પ્રૌઢ અને ઓજસ્વિની છે. મુસલમાન સેનાની કૂચનું વર્ણન જુઓ : મદિ માતા મયગલ સિણગાસ્યા, પૂઠ ચડ્યા પૂંતાર, લીધી પાખર નઈ કઠપંજર, ઘંટા રણઝણકાર. ઊપરિ ચડ્યા ન અંકુશ માનઈ, એહવા ગજ રોસાલ, સવ સારસી કરતા ચાલઇ, જેહવા પરબતમાલ. ઘોડા તણી ફોજ જૂજૂઈ, તેહ ન લાભઈ પાર, ઊવટ વાટિ ઊપડયા ચાલઈ, ખાન તણા તોખાર.' (૧૯૪૪.૪૬) યુદ્ધનું વર્ણન કેવું દીપ્તિમંત છે! ‘તીન્હા તુરી ઊડવઈ રાઉત, ભલા વાવરઈ ભાલા, માઝિમ રાતિ પ્લેખ મારતાં દહ દિસિ હીંડઈ ભૂલા. અંગોઅંગિ પટે અણીયાલે પ્રાણઈ પાખર ફોડી, ખાંડા તણે ઘાઈ સપરાણે સાંધિઈ સાંધિ વિછોડઈ. માલ તણી પરિ બાથે આવઈ, પ્રાણઈ વિલગઈ ઝૂંટઈ, ગુડદાપાટુ દોટ વજાઇ, ભિડઈ પ્રહારે મોટઈ. (૧૯૨૦૮, ૨૧૦ ૨૧૨) મુસલમાનોએ પકડેલાં બાનોનાં આકન્દમાં શોકની ઘેરી છાયા પડી છે : ‘એક ભણઈ-અસ્તે જનમિ આગિલઈ હીંડયાં કિસ્યું અણરું,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy