SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ કવચિત્ કવિએ પોતાના કથયિતવ્યને ભાર અપવાને ઉપમા, રૂપક, ઉભેક્ષા જેવા અલંકારોનો પ્રસંગોપાત્ત વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિએ યથાસ્થાન દુહા, ચોપાઈ, પવાડુ અને ગીતના ઢાળ યોજ્યા છે. કાવ્યનો મુખ્ય બંધ ચોપાઈ અને પવાડુ છંદોથી બંધાયો છે. સામાન્ય રીતે કવિ ચાલુ કથાપ્રસંગના પ્રવાહી વર્ણન માટે “ચઉપઈ' બંધ (૧૫ માત્રનાં ૪ ચરણ), અને યુદ્ધનાં વેગવંત વર્ણનો માટે પવાડુ' છંદ (૨૭ કે ૨૮ માત્રામાં બે ચરણ; સ્વરૂપ ચોપાઈ–ચોપાયાને મળતું પસંદ કરે છે. દુહાનો ઉપયોગ અત્યંત મર્યાદિત છે. કોઈક મહત્ત્વનો વિચાર, સૂક્તિ કે સુભાષિતને પ્રસ્તુત સંદર્ભમાંથી જુદા પાડીને ઉપસાવવાને માટે કવિએ વૈવિધ્ય માટે, ઉપચીયમાન ભાવ કે રસના વિશેષ પરિપષ અર્થે, અને કાવ્યમાં રંગીન તત્ત્વ આણવાને કરે છે. કાવ્યમાં વપરાયેલા બધા છંદ કે ઢાળ તે તે વર્યમાન પ્રસંગાદિકને સર્વથા અનુરૂપ છે. વર્ણનો આ કૃતિનાં સૌથી સવિશેષ સુંદર અને ચેતોહારી અંગ છે એનાં વર્ણનો અને પાત્રનાં આલેખનો. પદ્મનાભે કરેલાં ઉત્સવોનાં, નગરોનાં, યુદ્ધનાં વર્ણનોમાં અસાધારણ સુન્દરતા અને તાદૃશતા છે. વીરરસભરિત ધીરગંભીર કથાપટમાં એથી અતીવ સુન્દર કલાસ્વસ્તિકો રચાય છે, એટલું જ નહીં પણ એથી એ યુગનો સમાજ, એની રહેણીકરણી, એના જીવનઆદર્શો, ઈ. ઉપર વેધક પ્રકાશ પડે છે. પાત્રનિરૂપણ ‘કાન્હડદે પ્રબંધની વસ્તુસંકલનાથી પણ ચઢિયાતું છે એનું પાત્રનિરૂપણ. મધ્યકાલીન કવિઓમાં પદ્મનાભનું પાત્રનિરૂપણ એની રસભરિત વાસ્તવદર્શિતાને કારણે અને મુખ્ય પાત્રોમાં ધબકતાં ચેતન અને સુરેખ વ્યક્તિમત્તાને કારણે જુદી જ ભાત પાડે છે. રાજનીતિમાં પ્રવીણ, સદાચારી, ઈન્દ્ર સમી રાજરિદ્ધિવાળો, અશ્વિનકુમાર સમા રૂપવંત, ન્યાયી, અતિ ધીરવીર કાન્હડદે; અને વડીલ બંધુ કાન્હડદે ઉપર અત્યંત પ્રીતિવાળો, અતિ સાહસી, યુદ્ધકુશલ, મતિમંત માલદે, તેમજ રૂપવેશમાં કાન્યકુંવર (કામદેવ) સમ લીલવિલાસ, પૂનમના મયંક સમ મનોહર, જયવંત, ટેકીલો વીરમદે; મહાબળવાન, ગૌરવાશાળી સાંતલ, એ સર્વ રાજપૂત વીરોનું આલેખન ખૂબ પ્રાણવંત, તે તે વ્યક્તિઓના વ્યક્તિત્વની રેખાઓ પૂર્ણપણે ઉપસાવતું થયું છે. આ જ પ્રમાણે વિરલ આત્મસમર્પણ કરનાર બતા કે ભીમપરાક્રમી લખણ સેલટાનું આલેખન એમના વિશિષ્ટ વ્યક્તિત્વને ઉપસાવનારું થયું છે. પ્રતિનાયક
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy