SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૬૫ ઘેરો ઉઠાવીને દિલ્હી પાછા જવું પડ્યું. (૬) પાદશાહે ફરી પાછી ખૂબ તૈયારીઓ કરીને જાલોર ઉપર ચડાઇ કરી. આઠ વર્ષ ઘેરો ચાલ્યો. વીકા સેજપાલ નામના એક લોભી રાજપૂતે ગઢનો છૂપો રસ્તો બતાવી દીધો, એટલે એ માર્ગે રાતોરાત મુસ્લિમ લશ્કર ચઢી આવ્યું અને જાલોર ગઢ પડ્યો. આ સર્વ ઐતિહાસિક વિગતોનું સમકાલીન સંસ્કૃત-પ્રાકૃત પ્રબંધો સમર્થનકરે છે. ઉ. ત. વિચારશ્રેળી માં ‘નાગર બ્રાહ્મણ (અમાત્ય) માધવ ગુજરાતમાં મુસલમાનોને લઈ આવ્યો' એમ જણાવ્યું છે. યવના માધવના રવિપ્રેળાનીતા:। )૧૨ તો વિવિધતીર્થત્વ માં આથી વધારે વિગતવાર ઉલ્લેખ મળે છે : ‘અલાઉદ્દીન સુલતાનનો નાનો ભાઈ ઉલુઘખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્હીથી (લશ્કર લઈને) ગુર્જરભૂમિમાં ચઢી આવ્યો.' (અલાવવીળસુરતાળમ્સ ળિકો માયા પૂરવાન नामाधिज्ज ढिल्लीपुराओ मंतिमाहवपेरिओ गुज्जरधरं पठ्ठिओ । ) १३ ( સમકાલીન મુસ્લિમ તવારીખોમાં પણ ગુજરાત ઉપર મુસલમાનોની ચઢાઈનું અને પાછાં વળતાં જાલોરના ચૌહાણ રાજા કાન્હડદે સાથે ભીષણ સંગ્રામનું વર્ણન છે.૧૪ ‘કાન્હડદે પ્રબન્ધ’ની ઐતિહાસિક હકીકતોને રાજસ્થાની ઐતિહાસિક તવારીખો સંપૂર્ણપણે ટેકો આપે છે. આશરે ત્રણસો વર્ષ ઉપર રચાયેલી મુહણોત નૈણસીની રહ્યાતમાં ‘કાન્હડદે પ્રબન્ધ'ની મુખ્ય મુખ્ય બધી ઐતિહાસિક વિગતોનું સમર્થન છે.૧૫ આમ બધા મહત્ત્વના સમકાલીન ઇતિહાસગ્રંથો ‘કાન્હડદે પ્રબન્ધ'ની ઐતિહાસિક વિગતોને પ્રમાણિત કરે છે. રસ, અલંકાર અને પદ્યબંધ આ પ્રબન્ધમાં પ્રધાન૨સ વી૨૨સ છે. એના સંયોગમાં પોષક રૂપે અથવા અનુષંગરૂપે અદ્ભુત, રૌદ્ર, વિપ્રલંભશૃંગાર, કરુણ–એ રસ કથાની મંદિ૨૨ચનામાં મીનાકારી જેવી કલાઘટના કરીને આપણને ચમત્કારઆપે છે... યુદ્ધનાં વર્ણનોમાં વી૨૨સની ખૂબી વિશેષ દીપ્તિમતી જોઈએ છીએ. અદ્ભુત રચના પ્રસંગો, સ્વપ્નામાં ગંગા અને ગૌરીનાં દર્શન, અન્ય સ્વપ્નો, ભાવિ સૂચનો, વગેરે ગૌણ પ્રસંગો નજરે પડે છે... રૌદ્ર રસના પ્રસંગ અલ્પ અને છૂટક છૂટક વેરાયેલા છે.’૧૬ આ અતિ વેગવંત વહેતા કાવ્ય બંને અલંકાર આદિ સુશોભનોની લેશમાત્ર આવશ્યકતા નથી. કાવ્યમાં આવતાં યુદ્ધ, નગર, ઉત્સવાદિનાં ભાતીગળ વર્ણનોથી, અને પાત્રપ્રસંગનાં તાદૃશ આલેખનોથી જ કથાપટ ભરચક ભરાઈ જાય છે. છતાં, –
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy