SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ મંત્રી વિમળશાહના જીવનનું વિગતે આલેખન છે. કવિએ એમાં વિમળ મંત્રીના બાળપણથી એના અવસાન સુધીના પ્રસંગો કાલાનુક્રમે આપ્યા છે, પણ નિરૂપણમાં ઐતિહાસિક વિગતો કરતાં દંતકથાનું તત્ત્વ સવિશેષ પ્રવિષ્ટ છે. એજ રીતે વિમળના જીવનચરિત્રને નિમિત્તરૂપ બનાવીને કવિ લાવણ્યસમયે વણિક જાતિઓની, વિશેષતઃ શ્રીમાળી જાતિની ઉત્પત્તિ અને વિકાસની દંતકથા, ન્યાતજાતના લગ્નાદિક પ્રસંગના ભિન્ન ભિન્ન રીતરિવાજો, એ યુગની આમ જનતાની કેળવણીની પ્રથા, શુકનાદિક અને સામુદ્રિક લક્ષણોની ચર્ચા છે. ઘણો સંભાર એમાં ભર્યો છે. આમ આ કાવ્ય સમકાલીને સામાજિક જીવનના દર્શન માટે એક આકરગ્રંથ સમ છે. કાવ્યના ઉત્તર ભાગમાં વિમળ દેલવાડાનાં સુપ્રિસિદ્ધ જૈન મંદિરોમાંથી સૌથી પુરાતન વિમલ વસહીનું મંદિર કેવા સંયોગોમાં આરંભ્ય અને પૂર્ણ કર્યું એની કથા આપી છે. ' આ યુગના ધુરંધર પંડિત કવિ લાવણ્યસમયની આ રચના એટલી બધી પ્રસિદ્ધિ પામી હતી કે એના ઉપરથી પછીના દસકામાં સૌભાગ્યાનંદસૂરિએ સંસ્કૃતમાં વિમ«gવંધ કે વિમર્તરિત્ર નામે કાવ્ય રચ્યું છે. ઈ. સ. ૧૫૬ ૬ (વિ. સં. ૧૫૭૮)." લગભગ આ જ અરસામાં (ઈ. સ. ૧૫૧૮ –વિ. સં. ૧૫૭) માં ઢાઢરને કાંઠે આવેલા આમોદના કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ માધવાનનૈમિન્વતાપ્રવંધ રચ્યો છે. એમાં “ચાંચૂલ દેશના રાણા નાગનરેશની પ્રેરણા કારણભૂત હતી એમ કવિ જણાવે છે. આ યુગના વીરરપ્રધાન કે ધર્મલક્ષી પ્રબન્ધોમાં આ શૃંગારપ્રધાન રચના એક અનોખી ભાત પાડે છે. કવિએ આઠ “અંગ' પાડીને અઢી હજાર દુહા લોધ) માં રચેલો આ પ્રબન્ધ સભાનપણે મહાકાવ્યના સ્વરૂપને અનુસરે છે. એમાં સુશીલ, શૃંગારવાર માધવનો શીલવતી, અભિજાત ગણિકાપુત્રી કામકંદલા સાથેનો પ્રણય વર્ણ વિષય છે. પરદુઃખભંજન, મહાસાહસિક વીર વિક્રમની સાહાધ્યથી એ બે પ્રણયીઓના મિલનની આ કથા રોમાંચકારી છે. મંગલાચરણમાં કવિ રતિરમણ કામદેવનું સ્તવન કરે છે : “કુંવરકમલા રતિ રમણ, મયણ મહાભડ નામ; પંકજ પૂજ્યિ પાકમલ, પ્રથમ જિ કરવું પ્રણામ'. આ વિલક્ષણ છતાં વણ્યવિષય સાથે સુસંગત મંગલાચરણ મહાકાવ્યની પ્રણાલિકાને અનુસરીને નાયક-નાયિકાનું સૂચન કરી જાય છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy