SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૫૫ આની ભાષા પ્રાચીન ગુજરાતીના પ્રારંભકાળની છે, અને એમાં રાજસ્થાનીની છાંટ સ્પષ્ટ વરતાય છે. ગણતર જૈનેતર પ્રબન્ધોમાં આનું સ્થાન આગળ પડતું છે. આ ઐતિહાસિક રચના નથી; એનું સ્વરૂપ પદ્યવાર્તાને વિશેષ મળતું આવે છે, જે શામળની સુપ્રસિદ્ધ પદ્ય-વાર્તાઓનું સ્મરણ કરાવે છે. વિશેષ માહિતી માટે જુઓ, ગ્રન્થ, ૧, પૃ. ૨૫૫). આ પછી કાલાનુક્રમે “ત્રિભુવનદીપક પ્રબન્ધ' કે પ્રબોધચિન્તામણિ' નામનો જયશેખરસૂરિનો પ્રબન્ધ રચાયો છે. એની રચના ઈ.સ.૧૪૦૬ પછી થોડે સમયે થઈ હશે એમ લાગે છે. કવિએ “પ્રોવિન્તા' નામનું રૂપકકાવ્ય વિ. સં. ૧૪૬૨માં રચ્યું. એ પછી પ્રાકૃત જનો માટે એમાં સહેજસાજ ફેરફાર સાથે આ પ્રાચીન ગુજરાતી રૂપાન્તર તૈયાર કર્યું. આ એક વિલક્ષણ પ્રકારનું કાવ્ય છે. વસ્તુતઃ એ કોઈ ચરિત્ર કે કથા નથી, પણ એક રૂપક-પ્રન્યિ છે. એમાં પરમહંસ રાજા પોતાની મહારાણી ચેતનાને છોડીને, માયા નામની સ્ત્રીના ફંદામાં પોતાનાં સાનભાન ભૂલીને સપડાઈ જાય છે, અને એનું રાજપાટ મન નામનો અમાત્ય પચાવી પાડે છે, ત્યારે મનનો પુત્ર વિવેક મહારાણી ચેતનાની પ્રેરણાથી પરમહંસની વહારે ધાય છે અને એને મુક્ત કરે છે, એનું વર્ણન આ પ્રબંધમાં ચઉપઈ અને દુહા એ માત્રામેળ છંદોનો પ્રધાનપણે વિનિયોગ થયો છે. એ ઉપરાંત પદ્ધડી, ચરણાકુલ, મરહઠ્ઠા, દુમિલા, વસ્તુ, છપ્પય, ધવલ છે. અપભ્રંશ માત્રામેળ પણ ઉપયોગમાં લીધા છે. બોલી કે મુક્ત પ્રાસયુક્ત ગદ્યનાં પણ બે ઉદાહરણો આ રચનામાં છે. એક અતિ સુંદર રૂપક-પ્રન્યિ તરીકે આ પ્રબન્ધ પ્રસિદ્ધ છે. વિશેષ માહિતી માટે જુઓ, ગ્રન્થ, ૧, પૃ. ૨૬૮). ત્રિભૂવનદીપપ્રબંધ પછી અર્ધ શતકે ગુજરાતી સાહિત્યમાં સુવિખ્યાત, મધ્યકાલીન પ્રબન્ધસાહિત્યના શિરમોર સમો, વાન્હડપ્રબંધ રચાયો છે. આગળ વર્ણવેલી રચનાઓ જેવું કથા કે રૂપકનું મિશ્રણ એમાં નથી; પ્રબન્ધ સાહિત્યસ્વરૂપનાં સર્વ લક્ષણો એમાં મૂર્ત થયાં છે, એટલું જ નહીં પણ એક મધ્યકાલીન વીરરસપ્રધાન મહાકાવ્યનું સ્વરૂપ એમાં સહજપણે સિદ્ધ થયું છે. પ્રાચીન ગુજરાતી પ્રબન્ધનું એક આદર્શ રૂપ એ પૂરું પાડે છે. એનો સવિસ્તર પરિચય અને મૂલ્યાંકન આપણે આગળ વિગતે કરીશું. કવિ લાવણ્યસમયસૂરિનો સુપ્રસિદ્ધ વિમનપ્રબંધ (ઈ.સ.૧૫૧૨, સં. ૧૫૬ ૮) એ ન્હાવંધ પછી પચાસેક વર્ષે રચાયેલી, પ્રબન્ધ કરતાં રાસા-સ્વરૂપને વધારે અનુસરતી રચના છે. એમાં નવ ખંડમાં ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવના સુપ્રસિદ્ધ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy