SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૫૭ આ શૃંગારકથા વિપ્રલંભ અને સંભોગ બંને સ્વરૂપોને રસિક રીતે નિરૂપે છે. આ પ્રબન્ધમાં નાયક અને નાયિકા બંનેની વિરહ-બારમાસી”નું વર્ણન છે, તેમ એમના દ્વાદશ માસ ભોગવર્ણન' છે, જે રસિકોને ઋતુસંહારનાં વર્ણનોનું સ્મરણ કરાવશે. શામળની વાર્તાઓમાં આવે છે તેવો સમસ્યાવિનોદ પણ કવચિત્ કવિએ કર્યો છે. સંસ્કૃત મુક્તક સંગ્રહોમાં જેમ પ્રબન્ધશતસ્પર્ધી સમરૂપત અનન્ય છે, તેમ પ્રાચીન ગુજરાતી પ્રબન્ધોમાં માધવીનત્તમન્વતાપ્રવધ અનન્યસાધારણ છે. માધવનિર્લામન્વત્તાપૂર્વધની રચનાના પછીના વર્ષે અમૃતકલશે શ્મીરપ્રન્ય' રચ્યો છે. “દમીરપ્રન્ય'ની રચના (ઈ.સ.૧૫૧૯, વિ.સં.૧૫૭૫)માં થઈ છે. કાવ્યને અંતે કવિએ રચનાવર્ષ આ પ્રમાણે આપ્યું છે : સંવત પનરપંચોત્તરઈ ચૈત્ર બહુલ આઠમિ દિનિ સરઈરિતિ વસંત અનઈ ગુરુવાર, રચ્યું પવાડુ એહ ઉદાર'. આ કૃતિનું સવિશેષ મહત્ત્વ તો એના ઉપર પડેલી કાન્હડદેખબધાની સઘન છાયાને કારણે છે. આ પ્રબન્ધ અમૃતકલશ નામના એક જૈન સાધુએ રચ્યો છે. કવિ અમૃતકલશ પોતે ઓસ ગચ્છના સાધુ મતિકલશના શિષ્ય શ્રીકલશનો શિષ્ય છે. કાવ્ય વિષય સુલતાન અલાઉદ્દીન ખલજીના કોપથી બચવાનો પોતાને આશ્રયે આવેલા બે મુસલમાન અમીરો મહિમાશાહ (મીર મોંગોલ શાહ) અને એના નાના ભાઈ ગાજરૂમીરનું રક્ષણ કરતાં રણથંભોરના અટંકી ચૌહાણ રાજા હમ્મીરદેવે કેવી રીતે પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું એ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રસંગ છે. આ કૃતિ હજી સુધી અપ્રસિદ્ધ છે. કોઈ જૈન ગ્રંથ ભંડારની સં. ૧૫૯૫માં લખાયેલી હસ્તપ્રત ઉપરથી કરેલી એક નકલ ઉપરથી, ભોગીલાલ સાંડેસરાએ એનો મનનીય સવિસ્તર પરિચય “સ્વાધ્યાયના દીપોત્સવી, ૨૦૨૦ (નવેમ્બર, ૧૯૬૪ના) અંકમાં કરાવ્યો છે. દમ્પીરઝલ્પ' કવિએ મુખ્યત્વે ચોપાઈ,દુહા અને વસ્તુ છંદમાં રચ્યો છે. એમાં કુલ ૬૮૦ કડીઓ છે. કાવ્યના મંગળાચરણમાં કાશ્મીરમુખમંડની સરસ્વતી, ગણેશ અને હરસિદ્ધ માતાને પ્રણામ કરીને કવિ કાવ્યરચનાનો આરંભ કરે છે : “કાસમીરમુખમંડણ સામિ, દુરી પણસાઈ જેહનઈ નામિ; હંસ ચડી, કરિ પુસ્તક વીણા, સ્મૃતિપુરાણ શાસ્ત્રરસિ લીણા. સા સારદ પ્રણમું ભામિણી, સતવસ્ત્રધર ગજગામિણી, ગવરીપુત્ર ગજવદન વિશાલ, સિદ્ધિ બુદ્ધિ વર વચન રસાલ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy