SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ચાલ્યુ રણ સાહમઉ તવ પડસિ ભંગાણહ. ક્રુડઈ દિહુ દિશિ વનરાં, તલ્વે ચપલ જાતિ જાશુ પાલી. વિગોસિ લક્ષમણ રામનિ જિમ લંકા નહી આવી વલી. ૧૪ (અંગદ) ઐહણિ હયું સપ્તાહ સબલ સંગ્રામિ જીતુ ફરસરામ અતિશૂર તેજ-બલ-હીણ કીધુ. સુરપનષ વિગોઈ, ખર દૂસર તે માસ્યા. કબંધ નિ વિરાધ અશા તિહાં સંહાસ્યા. સાગર જ બાંધી આવિયા, શું રાક્ષસ મછર જ કરિ? દશરથ-દ્વારિ તૂ રાવણ યશા દીવટિયા દીવી ધરિ. ૭.૮૧ કવિ આ કાવ્યમાં માત્ર અંગદવિષ્ટિથી ન અટકતાં રામ-રાવણના યુદ્ધને પણ આવરી લે છે. ઈંદ્રીજતે આવી ઘોર સંહાર કર્યો એ કાંઈક તેજીલી બાનીમાં મૂર્તિ કરવા કવિ પ્રયત્ન કરે છે : “ઉતપતિ આગાશ, રહ્યુ રવિકર્ણ મધ્ય જઈ, બાણવૃષ્ટિ તે કરિ આપ અદૃષ્ટિ થઈ, પડ્યું વનર-સૈન, અંગદિ આયુધ ભેદ્યાં. સુભટ થયા સાહામુઆ તાસ તકે શર છેદ્યાં, લક્ષ્મણરાય હોઈ મૂરછ અવર સેન પાડઘું ઘણું, રાવણ-ઘરિ દુંદુભ વાજ્યા તુ હરષ્પ દલ રાક્ષસ તણું.” આ કાવ્યમાં કવિએ કુંભકર્ણને યુદ્ધસમયે નિદ્રામાંથી જગાડવાનો પ્રસંગ થોડો વધુ આકર્ષક આપ્યો છે, એક “વીરકાવ્ય' તરીકે રજૂ કરવાનો કવિનો પ્રયત્ન છે, જેમાં છપ્પય' છંદ એને વધુ સહાયક બની રહે છે. શામળની “અંગદ વિષ્ટિ' નાં મૂળ આટલાં જૂનાં જોઈ શકાય ખરાં. કોઈ કીકુનું સોઢી અને દેવડાનું ગીત ઐતિહાસિક પ્રકારનું જાણવામાં આવ્યું છે“ તે કીકુ આ જ કીકુ વસહી છે કે નહિ એમ કહી શકાય એમ નથી, ગીતમાં વિશેષ પરિચય સૂચવાયો નથી. કીકુનાં કાવ્યોની નકલ વિ. સં. ૧૬૦૦ (ઈ. સ. ૧૫૪૪) જેટલા જૂના સમયની સુલભ હોઈ, એટલા જૂના સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી કવિએ સાહિત્યસર્જન કર્યું છે, એ દૃષ્ટિએ પણ કીકુ નોંધપાત્ર બની રહે છે. દેહલ (ઇ.૧૭મી સદી આરંભ સુધીમાં મોડેથી જનતાપીએ જેમાંના વસ્તુ પોતાના અભિમન્યુ આખ્યાન માં ઉપયોગ કરી લીધાં જાણવામાં આવ્યાં છે ત-“અભિવન-ઊંઝણું' (‘અભિમન્યુની-વિદાય) [લે.ઈ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy