SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૨૧ ૧૬ ૨૪] નામના ગુજરાતી ભાષામાં અભિમન્યુના વધને લગતા પહેલા માલૂમ પડેલા કાવ્યનો કર્તા કોઈ દેહલ ૧૫મી સદીના અંતભાગમાં થયો હોય એવું ધારવામાં આવ્યું છે. હવે તો પ્રસિદ્ધ થયેલા એના ૪૦૬ કડીઓના કહી શકાય તેવા એ કાવ્યમાં દેહલ ભણઈ દેઅલ કહિ© જેવા છૂટાછવાયા ઉલ્લેખ સિવાય વધુ માહિતી મળતી નથી. આ નાનું કાવ્ય ચોપાઈ –ચરણાકુળ-દોહરાની દેશીઓમાં રચાયેલું છે, જેમાં દોહરાની દેશીનું પ્રમાણ ઓછું છે, મુખ્ય પ્રવાહ ચોપાઈ-ચરણાકુલનો છે. મહાભારત-રામાયણ-પુરાણોમાંનાં ઉપાખ્યાનો અને નાનાં મોટાં કથાનકોને લોકભાષામાં ઉતારવાનો પ્રયત્ન કરનાર બધા પ્રતિભાવાન કવિઓ નહોતા, આત્મસંતોષ ખાતર અને શ્રોતાઓના મનોરંજન માટે પ્રયત્ન શરૂ થયા હતા તેવો આ પ્રયત્ન છે. જાણે કે કથાના અંતભાગ તરફ પહોંચવાની અધીરાઈ હોય એમ દેહલ ઝડપથી આગળ વધે છે, જેને કારણે જમાવવા જેવાં સ્થાન સાદા કથાનકથી આગળ કાંઈ આપી શકતાં નથી. આમ છતાં પ્રસંગોની વિશિષ્ટતાને કારણે ક્યાંક ચમકારા લાવવામાં કેટલેક અંશે શક્તિ મેળવે છે. કૃષ્ણ અહિલોચનના ગુરુ તરીકે લીધેલું બ્રાહ્મણનું રૂપ અને પેટીમાં પૂરી કરેલો એનો વિનાશ ખભિ જનોઇ, જોસી-કરિ રીપણું. બ્રાહ્મણરૂપ જ લીધું ઘણું. આઘાપાછાં જોસી ડગલાં ભરિ, મૂહરિ તૂ ભ્રાંતિ કહેની કરિ? ૧૫ હાથ પગ મૂહ સરિખો વાન, હું જાણું તું માહરુ યજમાન. જરાસિંધુ, ડાહલ શિશુપાલ, મુર દાણવ મારિઉ નિરધાર. ૧૬ નરકાસુર નિરદલ નિરવાણિ, અહિદાણવનાં કરું વખાણ.’ કુહુ, માહારા ગુરુ, હરિ કેવડા?” “તું સરિખા નિ જાણે તું જેવડા. ૧૭ તું સરિખુ નિ તૂ જેવડુ, જાણૂં કૃષ્ણ તુઝ પ્રમાણિ ઘડ્યું. તું માંહિ રહઈ તુ માઈ સોઈ, બાલા! પિસિ પ્રમાણું જોઈ.” ૧૮ પિસી દાણવ પરમાણું લીઇઉં, તવ નારાયણ તાળું દઉં. “કાં રે માહરા ગુરુજી! તમ્યો હાંસૂ કરુ? જે જોઈશું તે મુખિ ઉચરુ. ૧૯ કૃષ્ણ મારીનિ સારિનું કામ, તુમનિ દૂવારિકા સારિખું આપિસું ઠામ. ગુરુ હુઈ તે હાસું નવિ કરિ’ માંહિથી દાણવ મૂઝી મરિ. ૨૦. આગિ હાસિ હિરણાખસ હણો, હાર્સિ દૈત્ય કોઈ નવિ ગણો. હાર્સિ મારિઉ વનર વાલિ. હાસિ બલિ ચાંપિક પઇઆલ. ૨૧
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy