SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૧૯ કહિ માતા મહીધરનિ કાજ, કરૂં પ્રાણ સવિ માહરા ત્યાજ્ય. ઝંપાનિ આઘી થાઇ, અવર નારિ સહૂ બાંહિ સાહિ. ૨૫૭ નંદ નિસાસા મૂકિ ઘણા, સિ ાથ હઈ આપણા. દુ:ખ કહિનિ કહ્યું ન જાય, પુત્રવિયોગ નહી સહિવાય. ૨૫૮.' ૮૩ પરંતુ પ્રેમાનંદની પ્રતિભા એની પાસે નથી, એ કાવ્યચમત્કૃતિ, રસાપેક્ષી લાવી શકતો નથી, સાદાં ચિત્ર ઊભાં કરે છે. ગુણ એક જ છે અને એ એણે નકામું લંબાણ ન કરતાં ભાગવતાનુસાર કથાનક સાંચવી આપ્યું છે એ. એનું બીજું કાવ્ય ‘અંગદવિષ્ટિ' છે.'' સાઠ છપ્પાઓમાં સીતાને સોંપી દેવાની વિષ્ટિ કરવા વાલિપુત્ર અંગદ લંકામાં રાવણના દરબારમાં ગયાનું અને ત્યાં રાવણ સાથે સંવાદ કર્યાનું આ કાવ્યમાં વર્ણન થયું છે. કાવ્યમાં પ્રયોજવામાં આવેલો' છપ્પય' બંધ વાણીમાં બળ પૂરતો અનુભવી શકાય છે. આ સંવાદકાવ્યમાંના સંવાદમાં અંગદ રામનાં વખાણ કરે છે અને રાવણ રામની નિંદા કરે છે. આરંભમાં અંગદ રાવણની સભામાં પ્રવેશે છે ત્યાં : અવલોક્યુ અંગદ સભા સહૂ દસશર દીઠા. ઇચ્છાઇ રૂપને કિર, રૂધિ માયા તવ બિઠા. તવ વાલિપુત્ર બોલિયુ સબલ પણ સમરથ ધાઇ જે રાવણની મા કૌસિકી તે ભૂંડ તણી પિર વ્યાઇ. ઇણિ દૂધ વિણાસ્યાં જન, રાજકાજ કાંઇ ન સહ્યું. સુણી વચન વંના તણું તવ પ્રગટ રૂપ રાજા ધ૩રવું ૪.૫ નીચેનો બે વચ્ચેનો સંવાદ : (અંગદ) ‘લીધી જાણે લંક, દસિ શિર તાહાં કાપી, પાછા વલસી રામ રાજ વિભીષણ આપી. તવ દંડાસ રાણીઅર, રાજ લંકાનું જાસિ; ગજ રથ હય સહૂ સેન સજન-શૂં નિગ્રહ થાસિ, રાવણ રાઇ સુણી વનતી ઉત્તર એક અંગદ કહ્યું. જેણિ વાલ હેલાં વધ્યું, જેહની કક્ષા ૫૨ માંહિ રહ્યુ. ૧૩. (રાવણ) મનસ્ય માત્ર એ રામ, કપ્પ ગિરિનમાં સાવિજડાં, કુંભકરણ જાગસ ભક્ષ કિરિસ જ હવડાં, મઝ મુષિ કોઇ ન ઉગર, સહીસ તૂં સાચું જાણહ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy