SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧ આદિ ઉતપતિ કવિ તણી નવર અનાઉલિ ઠંમ. ઋષિ અજાચી સર્જિયા, થિર થાપ્યા શ્રીરામ. ૬૨૩ ઉત્તમ કુલ ઉદીચનું, વિશ્વેભર વર દીધ. કર આયુ, કરસણ કરૂં. દેવિ દાતા કીધ. ૬૫૪ ગણદેવી ગણ નવરનું નરહરિ નામિ નામ. વાડિવ-વંશિ અવતર્યું, વશિ વાશિ તીણી ધમિ. ૬૨૫. વસહી ગોદા–સંભઅ, કહિ કીકુ કર જોડિ; બાલચરિત્ર નરહરિ સુણી ભવભવબંધન છોડિ: ૬૨૬ ૮૨ આનો આશય એ છે કે ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણો “અનાવલા' ગામમાં આવ્યા અને ત્યાં અયાચક વૃત્તિ ધારણ કરી કૃષિનો ધંધો કરતા હતા. એવું એક કુલ ગણદેવીમાં જઈને રહ્યું. તેમાં નરહરિ નામના “વસહી' અવટંકના બ્રાહ્મણને ત્યાં ગોદા' (સંભવતઃ “ગોદાવરી માતા)ની કૂખે કીકુનો જન્મ થયો હતો, જેણે બાલચરિત્ર' બનાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં અહીં એને હાથે એક મહત્ત્વનો ખુલાસો મળી જાય છે કે ‘ઉદીચનું ઉત્તમ કુલ એટલે કે ઔદીચ્ય બ્રાહ્મણનું કુલ અનાવળામાં આવી રહ્યું હતું તેમાં જે “વસહી (આજનું વશી') કુટુંબ હતું તેમાં કીકુ જભ્યો હતો, અર્થાત્ “અનાવળા' બ્રાહ્મણો “અનાવળા' (સં. મનપદ્ર - પ્ર.-એન374-) ગામ પરથી પ્રથિત થયા, જે મૂળમાં ઉદીચી દિશામાંથી આવેલા–સંભવતઃ “ઔદીચ્ય બ્રાહ્મણ હતા. બાલચરિત્ર' ૬૩૦ કડીઓનું દોહા અને ચોપાઈમાં રચાયેલું સળંગ બંધનું આખ્યાન પ્રકારનું કાવ્ય છે. એ પોતાને “કવિ કહે છે અને મધ્યકાલીન ગુજરાતી કવિઓની સાથે મુલવણી કરતાં એ થોડેક અંશે કવિતાને રોચક બનાવવા સમર્થ થાય છે ખરો. શ્રી કૃષ્ણના યમુનાના ધરામાં ઝંપાપાત પછીનું : સુણી વાત માતા દડવડી રુદન કરિ, ચાલિ અડવડી, નંદ ગોપ મનિ વિહવળ થાઈ, નવરલોક-શું યમુના જઈ. ૨૫૫ ગોકુલ સકલ સુણી ખલભલ્યું. નંદ કેડિ સવિ આવિ ભિલ્યું. ગોપનારિ સહૂ સાથે જાઈ, હરિ વિલાપ યશોદા માય. ૨૫૬ * બાલચરિત' કે “કૃષ્ણચરિત' નામના એના કાવ્યની નકલ (લે.ઈ) ૧૫૪૪ આસપાસ થઈ હોવાથી કવિ એ સમય સુધીમાં થયો હોવાનું અનુમાન કરી શકાય છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy