SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૧૭ છે તે ઢાળની પૂર્વેની ધ્રુવ-કડીના છેલ્લા ચરણના શબ્દોના આવર્તનનું છે, જે આપણને ભરતેશ્વર- બાહુબલિરાસનાં “સરસ્વતીધઉલો' અને મોડેના ધઉલ–ધૂલનો ખ્યાલ આપે છે. નરસિંહની ચાતુરીઓમાં જે પ્રકારની કવિપ્રતિભાનાં દર્શન થાય છે તેવા પ્રકારના ‘ગૌરીચરિત્રમાં દર્શન થતાં નથી, સાદું આખ્યાન જ બની રહે છે, જેમકે કડવું ૩ જું-રાગ ચાલતો રૂપ તે લીધેલું રે, ભીલીનું ભવાની રે, નાની તે થઈ રે વરસ નવ સાતની એ.૧ શિવજી જ્યાં બેઠા રે, સમાધિ ધરીને રે, ત્યાં આગળ ભીલડીએ રાગ અલપિયો રે. ૨ ઢાળ રાગ અલાપિયો ટોડી ગતનો, મલ્હાર ગાયો મન ધરી. સાતમી શરતે નૃત્ય માંડ્યું, ભાવ ભૈરવનો કરી. ૩ મન ધરી મેરુ સમાન માયા, પાન પેહેયાં વન તણાં. મોરંગ મસ્તકે વેણ વાંકી, શ્રવણ ચેડર સોહામણાં. ૪ સોહામણી ડિલ તણી ચોળી, ગળે ગુંજા-હાર રે. ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે. ૫ હર ધરી હૈયે હશી ગાયે, ચક્ષ ચાલ કરે ઘણું : મન્મથ જમલો આણી રાખી, રૂપ રચ્યું ભીલી તણું. ૬-૧ કડવાને અંતે “વલણ” કે “ઊથલો' શબ્દ લખ્યો નથી, પરંતુ એ પ્રકારના આવર્તનવાળી એક-બે કડી આપી કડવાનું સમાપન સાધી લેવામાં આવ્યું છે, જેનો પૂરો વિકાસ તો નાકરનાં આખ્યાનોમાં મળે છે. શ્રીધરે એવા વલણના છેલ્લા ચરણમાં કડવાના આરંભના ચરણનું આવર્તન લીધું છે, એ જુદો પ્રકાર છે. કવિતાની દૃષ્ટિએ આ કાવ્યમાં શ્રીધર કાંઈ વિશેષ અર્પી શકતો નથી, સાદો સંવાદ જ આપે છે. બેશક, એની પાસે શબ્દસમૃદ્ધિ સારી છે, જેના બળ ઉપર એ શ્રવણરમ્ય નાનું આખ્યાન સિદ્ધ કરી આપે છે અને ‘સંવાદકાવ્ય' લેખે એ ગુજરાતી કાવ્યોમાં સ્થાન સાચવી શકે એવું પ્રદાન તો અવશ્ય કરે છે. કીકુ વસહી ઈ. ૧૬મી મધ્યભાગ સુધીમાં સળંગ બંધમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા ગાનારો આખ્યાનકાર કીકુ વસહી દક્ષિણ ગુજરાતમાં થયેલો જાણવામાં આવ્યો છે. એના બાલચરિત” નામના આખ્યાનને અંતે એણે પોતાનો પરિચય ઠીક ઠીક આપ્યો છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy