SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ કુંભકરણના અવતારની હકીકત કહેવામાં આવી છે, જેનાથી મંદોદરીને રાવણના વિષયમાં જે ક્રોધ હતો-અણગમો ઊભો થયેલો તેનું નિવારણ થાય છે: રીસ નિવારૂં રાણી ભણઈ, લાગિ પાગિ પિતામહ તણાં, પ્રીઅ સરસો કીધો પ્રસંગ, વલ્યા વિધાતા વરતો રંગ. કંથ કપટ નઈ કામિની કલહિ અજાયુદ્ધ પરિ જાસઈ વિલહિ. ધરિ ગુલ રાડિ ન પાડિ વિસલ, ચખિ દેતાં કાયા કુશલ..૯ શ્રીધર કહેવતો અને રૂઢિપ્રયોગો એવી રીતે વણી લે છે કે એ કર્ણકટુ થઈ પડતાં નથી. આ રચનાને “શુદ્ધ આખ્યાન' ન કહી શકાય. એણે પ્રસંગ ઉપજાવી કાઢેલો છે, બંને પાત્રો માત્ર પૌરાણિક છે. છંદની દૃષ્ટિએ માંડણની જેમ ષપદી ચોપાઈ ન સ્વીકારતાં અષ્ટપદી ચોપાઈ સ્વીકારી છે. આખ્યાન-કોટિનું એનું ગૌરીચરિત્ર' છે. એ એણે જૂનાગઢમાં બેસી નથી લખ્યું, પરંતુ સોમનાથ પાટણમાં રચ્યું છે : ગાય ઈશ્વરચરિત્ર-ગૌરી, સાંભળે સહજે કરી, તેના પિંડ પાતક જઈ, પુણ્ય થાય માઘમજ્જન સરી. ૩ સરસ્વતી–સાયર-નીર નિર્મળ, સોમશિરે ધારા ઢળે, પુણ્ય તણા પ્રભાવ વાધે, જે કો ગાય સાંભળે. ૪ શ્રીધર–વામી ચરિત્ર શિવનાં ભાવે ગાતાં સાંભળે, મન-મનોરથ પૂર્ણ હોય, કૈલાસપતિ પ્રેમે મળે. ૫.૦ સાગરમાં જ્યાં સરસ્વતી નદીનાં નિર્મળ જળ સોમનાથના શિર ઉપર વહે છે ત્યાં “ગૌરી ચરિત્ર' ગાનારને ફળ મળે છે એમ કહ્યાથી શ્રીધરે સોમનાથમાં બેસી આ ચરિત્ર રચ્યું હોય એમ કહી શકાય. સંભવ છે કે શ્રીધર સોમનાથમાં જઈને રહ્યો હોય. મોઢ વણિકોની વસ્તી આજે પણ સોમનાથ પાટણમાં છે એટલે એનો પ્રભાસ પાટણમાં ક્ષણિક કે કાયમી વાસ થયો હોય તો એ અસંભવિત નથી. સંવાદકાવ્યોનો પ્રવાહ નરસિંહ મહેતાના રાધાકૃષ્ણસંવાદ કિંવા “દાણલીલા' અને ભાલણના શિવભીલડીસંવાદ કે હરસંવાદ એ કાવ્યોમાં જોવા મળે છે, તો એ જ પ્રકાર શ્રીધરના રાવણમંદોદરી સંવાદમાં પણ અનુભવાય છે. પોતે એની એક વધુ રચના “ગૌરીચરિત્રથી આપે છે. ૧૬ કડવાંઓમાં રચાયેલું આ કાવ્ય નરસિંહ મહેતાની “ચાતુરીઓનાં નાનાં નાનાં પદોના પ્રકારના – અંદર ધ્રુવકડી અને ઢાળવાળા પ્રકારના-કાવ્યબંધમાં મળે છે. શ્રીધરે આ બધામાં જે વૈવિધ્ય સાધ્યું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy