SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૧૫ જૂનાગઢનો જૂનો વતની તો નહિ જ હોય એની પ્રાપ્ત રચનાઓમાં “રાવણ-મંદોદરી સંવાદ' રામચંદ્રજી સાથેના રાવણના વિગ્રહમાંથી રાવણને દૂર રહેવા માટેની મંદોદરીની દલીલોને લગતું સંવાદકાવ્ય છે. એ આ સંવાદકાવ્યમાં પોતાને “કવિતા” (સં. વયિતા) અને કવિ' કહે છે. આ સંવાદકાવ્ય જોતાં એનું એ વિશેષણ સાર્થક કહી શકાય એમ છે. માંડણે પ્રબોધબત્રીસીમાં જેમ કહેવતો જૂની અને નવી ભરી આપી છે તે પ્રમાણે શ્રીધરે. પણ આ સંવાદકાવ્યમાં ભરી આપી છે. એ પોતે પણ “ઉખાણાનું પ્રયોજન કહે પણ છે : મઈ ઉખાણા અતિઘણા કીધા કવિત મઝરિ. કાપડિ ભરતાં કાપડી વરઈ નવેણી વારિ." અને કાવ્યનો ઉઠાવ કરતાં પણ કહે છે : રઢિ રાવણ, મતિ-મંદોદરી, કરિસી કવિત ઉખાણ કરી; રામકથા સોનું નઈ સરહું, સોય કવિ શ્રીધર જડસિ ખરહું. માંડણની રચનામાં વાંચતાં કંટાળો ઊપજે છે, પણ શ્રીધર કંટાળામાંથી બચાવી લે છે. સીતાના હરણના વિષયમાં રાવણ પ્રતિ મંદોદરીનું કથન : ખરું વયણ મંદોદરી ભણિઃ રાવણ, મતિ મૂંઢિ તહ્મ તણિ. આગઈ અગણિત અંતેહરી, વલી તઈ સીતા સ્વાહાનઈ હરી? કાશ્યપ વંશ તણી કુલ-વહૂ સુર નર પનગ જાણી સહુ. જો આમિષ અતિ મીઠઉં હોઈ, પીંડી તણું ન પ્રાસિ કોઈ.” રાવણ એનો જવાબ આપે છેઃ “કોઈ ન મઝ) કહાવી મઈદાનવી, મિ રાવણ પરિ કીધી નવિ. એ બેટી રાય જનક ઋષિ તણી, બ્રહ્માદિક જાણી બ્રાહ્મણી. ખત્રી તણી ખભેડી પડી, અન્ન ઉદક પાખિ રડવડી. કાદવિ ખુતી કવલી ગાય, પૂંછડ લેવા પરઠ પાય.૮ બંનેની દલીલો એક એકને વિચારમાં નાખે તેવી કવિએ આપી છે, એમાં કવિની મુત્સદ્દીગીરીનો પણ ખ્યાલ સહજ રીતે આવે છે. આખા સંવાદને અંતે મંદોદરીને ઈશ્વર અને બ્રહ્મા તરફથી રાવણ અને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy