SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧ અલ્મો આઈલા રે હરિ ઉષામંડલ ભણી જૂ ઘણી સાંભળી રૌરચિ વાત. અહ્યા કીધલિ રે હરિ તીર્થ દ્વારાવતી દુર્મતિ મેલીઓ કર્મ કોટી. સારીલિ રે હરિ ગોમતી –મજ્જન વજન વાધતાં મેર મોટી. અહ્યો. અલ્મો પેલી લઈ રે હરિ મૂરતિ તાહરી, સાંભરી ઉદર માત પીડ નામીલિ રે હરિ શીસ સાંમલ-વન જ મન તાપીલિ તન ભીડ. અહ્યો, અધ્યો વિઠલા રે હરિ ધર્મ-શભાસનિ, વાસ ન વર્જીણિ સ્વર્ગ સ્વામી. લીધલિ મંડણ ચરણ-શરણાધાર, સંસારવેદના વિવિધ વામી. અહ્યો' ઉપરનાં પદોમાંનું બીજું પદ તો સ્પષ્ટ રીતે “ઝૂલણાના ઢાળનું છે અને નરસિંહ મહેતાના ઝૂલણાનાં પદોમાં જેમ નામદેવના અભંગોના ઢાળનું અનુકરણ સુલભ છે તે પ્રમાણે આ પદમાં પણ સુલભ છે. કીઉલા' વગેરે રૂપોનો પ્રયોગ અને વિઠ્ઠલ શબ્દનો પ્રયોગ પણ એની શાખ પૂરે છે. પેથડરાસ' જેવી જૈન રાસરચનામાં પણ આ પ્રકારનાં ભૂતકૃદંતોનો પ્રયોગ અજાણ્યો નથી.૪ પ્રબોધબત્રીસી'માં બહુ તીરથ મઈ જોયો હરી' વગેરેથી માંડણે યાત્રાઓ ઠીક ઠીક કરી હોવાનું સમજાય છે. શ્રીવલ્લભાચાર્ય ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવ્યા એ પૂર્વે દક્ષિણી વારકરી સંતોનો અને એમના અભંગ-સાહિત્યનો પરિચય આ રીતે કહી શકાય એમ છે. શ્રીધર અડાલજો ઈ.૧૬મી સદી આરંભે હયાત) ભાલણનો સમકાલીન કહી શકાય તેવો આખ્યાનપ્રકારને ખેડનારો એક શ્રીધર અડાલજો મોઢ જૂનાગઢ (સૌરાષ્ટ્રમાં વિ. સં. ૧૫૬૫ (ઈ.સ.૧૫૦૯)માં હયાત હતો એવું એના ‘રાવણ-મંદોદરી સંવાદ' નામના સંવાદ-કાવ્યના અંતભાગથી જાણવામાં આવ્યું છે : સંવત પનર પાંસઠઈ જીરણ–દુર્ગ નિવાસ, પૂરણ પ્યારી ચોપઈ બિસઈ બાંધી બુદ્ધિપ્રકાશિ, ૨. સોય મંત્રી સહમા-સુતન કવિતા શીધર નામ, ઉતપતિ મોઢ અડાલજા, તસ ભૂઠ શ્રીરામ. ૫.૫ એના પિતાનું નામ “સહમો’ હતું અને એ મંત્રી' હતો. અર્થાત્ જૂનાગઢમાં માંડલિકનું રાજ્ય વિ. સં. ૧૫૨૯ (ઈ.૧૪૭૩) માં ખતમ થયું ત્યારે એ રાજ્યમાં મંત્રી–પદે હોય અથવા મુસ્લિમ સૂબો સત્તા ઉપર આવતાં એ અડાલજ કે અમદાવાદથી સૂબાના મંત્રી તરીકે આવ્યો હોય. શ્રીધર અડાલજો મોઢ હોઈ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy