SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૧૩ જામ્યુ ભરથ આવતુ રાંમિ, બિઠા વખ તલઈ વિશ્રાંતિ. મેહેલી મઢી બહાર આવીઆ, લઘુ બાંધવ આવત ૨ષીઆ. ૧૦૩ ૭ આ પછી ભારતની સરલતા સરળ શબ્દોમાં નિરૂપવામાં આવી છે. કાવ્યગત ચમત્કૃતિ આમાં નથી, પરંતુ લોકચિત્ર આમાં સાહજિક રીતે સુલભ છે. ક્યાંગદકથા પણ રામાયણના કાવ્યબંધવાળું જ આખ્યાન છે.૧૮ એમાં પણ નિરાડંબર કથનપદ્ધતિ જ જોવા મળે છે. પાંડવવિષ્ટિ' (તૂટક) પણ આ પ્રકારનું સરળ નિરાંડબર આખ્યાન છે અને કોઈ વિશિષ્ટ શક્તિનો પરિચય આપતું નથી. પૂર્વછાયુ' વાળી ચોપાઈના એકમથી રચાયેલાં આખ્યાનોનો, કહેવો હોય તો, માંડણને પુરસ્કારક કહી શકાય. એનું “સતભામાનું રૂસણું જોવા મળ્યું નથી, પરંતુ માંડણે પદો લખ્યાં હોય એવું પણ જોવા મળે છે. આશ્ચર્ય એ છે કે નરસિંહ મહેતાનાં પદોમાં મરાઠી ભાષાની અસર જોવા મળે છે તેવી અસર માંડણ'ની છાપનાં પદોમાં પણ જોવા મળે છે : રાગ મહુલાર સાગર બોલિ, સાંભલિ નામાં તું ગુણ-પાર ન જાણું રે. આણુ કવણ ઓપમા? યે ઉપગાર તિ કીકલા અહ્મચિ, કેતા કરૂં અવષાણું કે જાણું ન પાર તુહ્મ. -ડુઢિ જેહચા પાઉ શેવિ સુરપતિ શીતાપતિ શ્રીરામો, તે અહ્મ સાંહાંમા કીઉલા મુરારિ, ધન ધન તુઝા નામો. ૧ નાઇ તિ અહ્મર્ચિ ગુણ કીકલા નામાં શીપ વિચારુ રે. કારણિ અવતારો. માઝિ મુગતાફલ ઉપવલિ રચીયલિ બહુ હારો, ચડાવલિ ભુપાલો. ૨ સોઇ દ્વારકાં શશિહર સોહિ મોહિ ઐઅલ સંસારો. ફેરી દેઉલ અહ્મ સંનિધિ કેઉલા મંડણચા દાતારો. ૩૨ માંડણ દ્વારકાની યાત્રાએ ગયો હોય તે સમયે ઉપરનું પદ રચ્યું હશે. એ આ પછીના પદથી કહી શકાય : * બીજું નામ એકાદશી મહિમા'. આ કૃતિની લે.ઈ.૧૫૧૮ મળતી હોવાથી માંડણ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયો હોવાનું અનુમાન થઈ શકે (જુઓ: ગુજરાતી સાહિત્યકોશ:૧]
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy