SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ દાંમી ઉંટ સહિ નહિ કોઈ, એ ગાયાદિ દામંતાં જોઈ'. ૮૪ અંગિ રાખ, મનઈ રાખડી બાહરિ બાંગ, માંહિ બાંગડી.” ભાલિ ચંદન, મન માંહિ ચાંદલી, માંહિ વન, અંતરિ વલી.” બે ગુડીયા સંયારા દોર, અણ દેખણી તે રાજા ચોર'. ૮૫. ૧૫ બેશક કહેવતોનો ખડકલો થતાં રચના કર્કશ થઈ પડે છે. આમ છતાં લોકોક્તિના રૂપમાં એ કહેવતો નથી પણ ઊભી કરેલી હોઈ કવિની શક્તિનો પણ પરિચય આપે છે. એણે કહેવતોનો કોશ જ કરી આપ્યો છે, જે અખાને એના છપ્પાઓમાં કામ લાગ્યો છે. | ‘રામાયણ' ૭૦-૭૦, ૭૫-૭૫ કડીઓના ખંડ પાડતું ૭૦ ખંડોનું આખ્યાનકાવ્ય છે.૧૧ એણે શુદ્ધ ચોપાઈ–બંધ સ્વીકારી ખંડના અંતભાગે પૂર્વછાયુ આપેલ છે, જે પ્રકાર ભીમના પ્રબોધપ્રકાશ' (અનુવાદ) માં તેમજ પછીના અન્ય આખ્યાનકારોનાં સળંગ બંધનાં આખ્યાનોમાં પણ મળે છે. રામાયણના જાણીતા કથાનકમાં એણે કોઈ વિશિષ્ટ પ્રદાન નથી કર્યું. આમ છતાં એની પાસે કહેવાની હથોટી છે. રામના વનવાસમાં ભરત મળવા જાય છે એ પ્રસંગે જોઈએ : ‘બિસારી સવિ લોકપ્રધાન, એ તું અહ્મ નઈ યુ સવિ માન. જાશું યિહાં રામ લક્ષમણા, વાલી લાવિસુ ધ્યાત્રિ આપણા. ૯૬ સહુઈ રાજા લોક સજ થાઈ, સાણંઈ અંતેઉરિ સવિ જાઈ. સર્વ અયોધ્યાનાં યે લોક, સાથિ ચાલ્યા ચલણ શોક. ૯૭ લીધું શેન સંઘાતઈ ઘણું, જાઉં રામ છતા યિહાં સૂણું લીધી કેડિ, ગહન બહુ ગમ્યાં, ત્રણ્ય જણાં યિહાં વીસમ્યા. ૯૮ યે યે ભૂર્મિ રામ રહ્યા જાણિ, કરઈ પ્રમાંણ શીસ નવિ કાંણિ. તેણી ભોમિ લોટઈ શર નમી, આવુ ચાલઈ અવની. ૯૯ ચિત્રકોટિ જાણ્યાં ત્યાંહા છતાં, મેહેલ્થ રથ યોજના છતાં, પાલ પલઈ ભક્તિ મનિ પરી, અંતરિ રામચરણ શર ધરી. ૧૦ લક્ષ્મણ અવની મઢમકાર, ચાલ્યુ આવા કોઈ દલ ભાર. સહી એ ભરથ પાણિ વનિ ગણી, ખારી રાજ નિકંટક મણી. ૧૦૧ નવ બાણ સાધી રહુ સ્વામિ, ચાલ્યુ આવઈ શત્ર વિરાંમિ. વાસ્તુ રામાં બાંધવ આપણુ, એ હઈ દશરથ રાજા તણુ. ૧૦૨
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy