SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૦૭ ઝાલર ભેરી વાજિયાં રે, ગાજિયાં ગહિરાં નિસાણ. દષ્ટ ચડ્યાં દલદવડ્યાં રે, કાયર પડઈ પરાણ. બાણઈ બલિયા ચલાવિયા રે, અસંગિ એક ઠામિ. પોલિઆ પાડિ બેંબડી રે, ચડવડી ચઢાઉ બહાર. પ્રથમ પલા તે પાડિયા રે, વાદવિ વિસમિ પ્રાણારિ વગેરે. આમાં પણ કોઈ કોઈ પંક્તિમાં સાંકળી આપી શકતો નથી. કવચિત્ વેગ સાધવા પ્રયત્ન કરે છે; જેવો કે, સ્વપ્નમાં અનિરુદ્ધને જોયા પછી ચિત્રલેખાને એ લાવી આપવા કહે છે ત્યારનો : ઉષા માઝમ રાયણી જાગી રે, અંગ જવાલા લાગી રે, મુહનઈ કલંગ જ લાગૂ રે, કન્યાવ્રત માહારું ભાગું રે. સયર ભણિઃ સુણ બાઈ રે, કન્યાવ્રત કેમઈ નહીં જાઈ રે. ઉષા કહઈ : મુઝ તે વરુ રે, અવર પુરુષ પિતા ગુરુ રે. વર વરસ્યું એ જોખિ રે, નહિતુ પ્રાણ તજું તન સોખિ રે. ઉષા, પ્રતિજ્ઞા નવિ લીજઇ રે, સહિયરનું તે વાર્યું કીજઇ રે. સહિયર કહે : મન માણુ રે, એ વર ઘરથી જાણયું રે. સુહણઈ તે લાખ બંધાઈ રે, તે વિહાણાં મિથ્યા થાઈ રે. જનાર્દન ભણઈ : ઉષા બોલી રે, તુહનિ રક્ષા કરઈ હિંગોલી રે. તો મનિ નવિ આણે તાપ રે, ઉમા શંકર શિર માય બાપ રે. હકીકતે ૨૨૦ કડીઓના આ કાવ્યમાં કવિપ્રતિભાનો ચમત્કાર તદ્દન સ્વલ્પ છે, જ્યારે બંધવૈવિધ્ય સાધી કળાનો ઓપ સાધવાનો પ્રયત્ન સવિશેષ જોવા મળે છે. એક વસ્તુ દેખાય છે કે આ રચનાને વીરસિંહના ઉષાહરણના કથાનક સાથે સામ્ય છે, પરંતુ બંને વચ્ચેનો ગાળો જોતાં રાજસ્થાનના વીરસિંહનું કાવ્ય જનાર્દનના જોવામાં આવ્યાનું શક્ય નથી. હકીકતે બંનેએ હરિવંશ અને ભાગવતના કથાનકનું અનુસરણ કર્યું છે, જેમાં વીરસિંહ કાવ્યચમત્કૃતિ સાધી આપે છે, જનાર્દન નહિ. આ સમયગાળા દરમ્યાન કવિ વાસુએ ઈ. ૧૪૮૪-૯૪; સં. ૧૫૪૦-૫૦) સરળ રીતે “સગાળશા આખ્યાન' દુહા અને ચુપઈમાં લખ્યું છે. એમાંનાં કરુણ રસની જમાવટ કરતાં બે પદ આકર્ષક છે. વીરસિંહ [૧૬મી સદી આરંભ સુધીમાં કડવાબદ્ધ આખ્યાનોની કેડી ભાલણે આપી “આખ્યાનયુગનું સંસ્થાપન કરી આપ્યું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy