SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ૫૧ તે પૂર્વે પણ મહાભારત-રામાયણ-અન્ય પુરાણોમાંથી કોઈ કોઈ વસ્તુ લઈ સળંગબંધનાં આખ્યાન-પ્રકારનાં બીજ રોપનાર નરસિંહ મહેતાને બાદ કરતાં એના ઉત્તર કાલમાં થયેલા આખ્યાનો ગાનારા સાહિત્યકારોમાં વીરસિંહ (‘વરસંગ’) કદાચ જાણવામાં આવેલો પહેલો છે. એણે લગભગ એક હજાર અર્ધ-કડીઓ (પંક્તિઓ)માં રચી આપેલું ‘ઉષાહરણ’ પ્રબંધ-કોટિનું કથાકાવ્યછે, અને સ્વરૂપ ઉપરથીજાણે કે ‘કાન્હડદે-પ્રબંધ'ની અદલોઅદલ ધાટી ઉપર રચાયેલું હોય, કારણ કે જેમ એમાં ‘ગીતો' આવે છે તે પ્રમાણે ‘કાન્હડદે-પ્રબંધ'ની ભટાઉલની જેમ ગદ્ય પણ આવે છે. વીરસિંહ વિશે એના ‘ઉષાહરણ'માં પાંચેક સ્થળે ‘વરસંગ’ની છાપ આપી છે. એ સિવાય વિશેષ કશું જાણવામાં આવ્યું નથી. ‘ઉષાહરણ’ની એક માત્ર પાટણમાંથી મળી હોવાથી એ પાટણ કે આસપાસના વતની હોવાનું અનુમાન થઈ શકે. આ હસ્તપ્રતની લે. ઈ. ૧૫૧૩ હોવાથી વીરસિંહ ઈ.૧૬મી સદીના આરંભ સુધી થયો હોવાનું અનુમાન થાય છે. એણે હિરવંશ અને ભાગવત પુરાણમાંથી વસ્તુ લઈ ‘ઉષાહરણ’ (હકીકતે તો ‘અનિરુદ્ધહરણ')ની વિશદ રચના કરી આપી છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ વિચાર કરતાં શૃંગાર અને વી૨૨સનો એક સારો નમૂનો એની પાસેથી મળે છે. કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે, પણ કવિએ ચમત્કૃતિ આપીને એને કાવ્ય કોટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પાર્વતીની ભૂષાનું વર્ણન કરતાં જોવા મળે છે કે - કેદાર માથા ઊપરી મણિઝલકંતી કલાવંતઇ તિ કાલ, હેમરાખડી રતન બઇઠાં એ શામાસિર વાલ. નિશિ દીશિ વયણ રાતડી રસના, ઊંપરિ પંડુર મૈત્ર સહિથિઇ સીંદૂર ભરીની હંસ મોતી લગ શેત્ર. નિશિ વાંસઇ અહિ દીસતુ દીરવ સાહાતુ પૂછ સરેહિ, ખાંતિ કરી ગુંથુ ક્ષામોદર વેણિ–ગોણુ એહ. નિશિ સાહી વીણિ સતિ ઇમ બોલઇ, જુ હુઇ વલગતિ નાગ, યોગિની જાણજાલવી નિતિ હકંઠિ વિલાગ. નિશિ છાંડી વીણી વાલ કિયા મુકતા; અમયા એ પિર કીધી. વરસંગ ભણઇ : પ્રતીતિ ઉપની તુ દીવડી શગ કીધી. નિશિ' ,૫૩ પાર્વતી અને દીપકની હોડ મૂકી કવિએ દીવામાં ‘શગ' કેમ થાય છે એની કવિપ્રતિભોત્ય કલ્પના રજૂ કરી આપી છે. આ કાવ્યમાં કવિએ યથાસ્થાન ગૌરીપૂજન માટે પૌરાણિક કર્મકાંડની પદ્ધતિમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy