SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ સંવન પનર અડતાલ વરસ માસ દામોદર સાર, ભણઈ જનાર્દન કાર્તિકી એકાદશી ગુરુવાર." અમરાવતી–ઉમરેઠમાં નિંબાના પુત્ર ત્રવાડી જનાર્દને “સં.૧૫૪૮ના કાર્તિક (સુદિ)૧૧ ને ગુરૂવારે [ઈ. ૧૪૯૨) ઉષાહરણની રચનાકરી’. ‘અમરાવતી' એ ‘ઉમરેઠનું સંસ્કૃતીકરણ માત્ર છે, કારણ કે ખડાયતા બ્રાહ્મણોની વસ્તી ‘ઉમરેઠમાં છે, નહિ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં ૧ એની મુદ્રિત વાચનામાં જુદા જુદા રાગોના મથાળે “કડવું' શબ્દ મુકાયેલો છે. હકીકતે ૨૨૦ કડીઓનું આ ઉષાહરણ' કાવ્ય ૩૬ પદોમાં વહેંચાયેલું છે. બંધની દષ્ટિએ એ બધાં નથી શુદ્ધ પદ કે હજી નથી બન્યાં કડવાં’. ‘કડવાં એ દષ્ટિએ નથી બન્યાં કે આરંભમાં ધુવાની કડીઓ જોવા નથી મળતી અને ઢાલ પણ ઊથલા” અને વલણ' ને માટે તો પચીસેક વર્ષ પછી નાકરની રચનાઓમાં જવું પડે છે. જનાર્દને ચોખ્ખી ૩ થી લઈ ૯ કડીઓ સુધીમાં ઝૂમખાં આપ્યાં છે, જેનું સામ્ય નરસિંહ મહેતાનાં પદો સાથે લાગે; પરંતુ નરસિંહે ચાર કે પાંચ સાદા જ બંધ પ્રયોજ્યા છે, જ્યારે જનાર્દને આઠ જેટલા બંધોનું વૈવિધ્ય સાધ્યું છે. કાવ્યના વિષય તરીકે એણે ઉષા-અનિરુદ્ધનું જાણીતું વસ્તુ લીધું છે. એણે તે તે પ્રસંગને લાઘવથી, પણ રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉષાના જન્મ-સમયની વધામણીનું ચિત્ર : નિજ ગુરુ માગ) વધામણી એ રા-ઘરિ બેટી પાઉધારિ. રૂપિ તે ત્રિભુવનમોહની એ, લક્ષણ નઈ ગુણસાર. નહીં રંભા, નહીં કરવસી એ, મેનકા નહીં એહ સમાન. દ્રિજવરનઈ રાઇ રીઝિલ એ, બૂઝિઉ જગ-ફલ કોડિ. દેવ ગંધર્વ ને નાગ માંહી એ, જોઢું એહની જોડિ. આકાશ શબ્દ ઇમ ઉચ્ચાઈ એ ઇચ્છાવર વરસિ કુમારિ, જનાર્દન ભણઈ : પ્રાણિ કાંઈ નહઈ એ, હુનિ ન ટલઇ સંસારિ.૦ આલંકારિક દૃષ્ટિએ કવિ સિદ્ધિને વરી શકતો નથી. કદાચ તેથી જ બંધની દૃષ્ટિએ વૈવિધ્ય તરફ એણે મીટ માંડી છે. યાદવોનું સૈન્ય ચડી આવે છે ત્યારે એ વસંતવિલાસમાંના સાંકળી બંધનો આશ્રય લઈ રોચકતા લાવવા આયાસ કરે છે, જેમ કે ઉદ્ધવ વલિયા ઉતાવલા રે, વાઉલા યાદવ યોધિ, વાડી વન ઊમેલિયાં રે, મેલિયાં કરી વિરોધ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy