SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આદિભક્તિયુગના કવિઓ ૨૦૫ દેશી ઉપરાંત દેહા-ચોપાઈ' છંદોના ઢાળ, અને એક માત્ર છપ્પય' પણ પ્રયોજેલ છે. ૪૯૫ કડીઓની આ રચનામાં એક ‘સપનગીત’૪૧ અને ચાર ફૂલ’૪૨ પણ આપ્યાં છે. આ ગીત ‘સરૈયાની દેશી'માં છે અને એમાં એણે નરસિંહ મહેતાના પ્રકારની પોતાની છાપ આપી છે. સપનગીત' : ચગ ભૂપાલી ‘એક અચરજ સહી! આ ભયૂં બોલઇ ત્રિજટા બહિન, રામ લક્ષ્મણ બિહૂ જાણ્યું લંકા આવ્યા વાનર–સેનિ. મઇ લાધૂં સપનું, સખી! -ધ્રુવપદ બાંધી પાજ નીરિ તિહાં નિશ્ચલ; સાથિ હનમત ભીંછ: વિકટરૂપ દીસઇ વાનરા; રૌદ્ર ઘણા માંહિ રીંછ. માતા સીતા! જાણ્યું વાનર ત્રિકૂટ ગઢિ ચડિયા, સવા લાખ સુત, રાવણુ રાણુ, કુંભકર્ણ રણ પડિયા. જાણું લંક વિભીષણ દીધી, અમર કોડિ તિહાં મલિયાઃ મંત્રી કર્મણ–ચુ સ્વામી અયોધ્યા રામ સીતા લેઈ વલિયા. મંઇ મંઇ. મંઇ૰૪૨ એણે આપેલાં ‘ફૂલ'નો, પરંપરાનો ઢાળ હિરગીતનો ન લેતાં સરૈયાની દેશીનો લીધો છે, એટલો ભરતેશ્વર-બાહુબલિરાસ'માંના ‘સરસ્વતી ધઉલ' અને નરસિંહ મહેતાની ચાતુરીઓના ઢાળથી જુદો છે. ગુજરાત-સૌરાષ્ટ્રના વિસ્તૃત ભૂભાગની અને પશ્ચિમ મારવાડની તત્કાલીન સાહિત્યિક ભાષાની એકાત્મકતા હતી એ જૈન તેમજ જૈનેતર રચનાઓ આ બેઉ ભૂભાગમાં રચાયા કરી છે એનાથી સમજાય છે. ખડાયતા વિપ્ર નિંબાસુત બોલિ‚ ભણઇ ત્રવાડી જનાર્દન.’૪૪ અને અમરાવતીઇ ઉપનુ ગ્રંથ રત્નની પ્રાણિ. જનાર્દન ત્રવાડી. ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ) જેની સાહિત્યની સેવાનો સમય વિ.સં. ૧૫૪૮(ઈ.સ. ૧૪૯૨) નિશ્ચિત છે તે જનાર્દન ત્રવાડીનું પદોના ઝૂમખારૂપે રચાયેલું ‘ઉષાહરણ’ જાણવામાં આવ્યું છે. એણે પોતાનો આછો પરિચય પોતાનાં પદોમાં આપ્યો છે : ૪૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy