SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ૩૩ ભીમના મુખમાં જાપ-ન રસને નામ વિમલ રાઘવતરૂં” એ ‘જપ-ન નરસૈં વિમલ નામ રાઘવતણું' એ રીતે મુકાયું છે. આણે એક સંભાવના ઊભી કરી છે કે નરસિંહ મહેતાના હારસમે’નાં પદોને સંકલિત કરી ‘હારમાલા'નો એક ક્રમ ઊભો કરવામાં આવ્યો તે કદાચ આ જ ‘ભીમ'ને હાથે. ભીમ હારમાલા'માં બીજા સંન્યાસીઓ જેવો સંન્યાસી ન હોતાં રામભક્ત તરીકે ભાગ ભજવે છે. ભીમના મુખમાં પ્રથમનાં ૧૩ પદોમાં નરસિંહ અને ભીમની વચ્ચે ટપાટપી યોજાઇ છે, આમાંનું ૧૦મું પદ તે આ ઉપરનું પદ છે. પછી વચ્ચે અન્ય સંન્યાસીઓની સાથેના વાદ પછી ૩૦મા પદમાં ફરી ભીમ આવે છે,૩૪ બહારનાં અને માંડલિકના દરબારમાંના વાદનાં થઈ ભીમની છાપનાં ૧૧ પદ જોવા મળે છે. ૩૦ મા પદમાં ભીમ ‘વૈરાગ્ય’નું સમર્થન કરે છે, જેનો નરસિંહ મહેતાના મુખમાં પ્રતિકાર જોવા મળે છે. હકીકતે નરસિંહ મહેતાના અવસાન પછી ભીમને હાથે હારમાલા'ની સંકલના થવાની શક્યતાને આનાથી બળ મળે છે. અહીં જૂની પ્રતોમાં ભીમની છાપનાં બીજાં પણ નાનાં ત્રણેક પદ–એક ગણપતિનાં સ્તવનનું, બીજું સરસ્વતીને નમન કરવાનું, અને ત્રીજું ‘રાઘવ–રામ'ના સ્તવનનું.પ મળે છે એ પણ આ ભીમનાં હોઈ શકે. કર્મણ મંત્રી ઇ. ૧૫મી સદી ઉત્તરાર્ધ] કર્મણ મંત્રી એનાં‘સીતાહરણ’૩૭ ‘કિવા ‘રામાયણ’ કે ‘રામકથા'ના અંતભાગના સંવત ૫ન૨ છવ્વીસઇ સીતાહરણ વિચાર, કર જોડી કર્મણ તવઇ અહ્મહ ગિરાઆધાર'થી લખેલ છે એ ૫૨થી સમજાય છે. કે એ ઇ.૧૪૭૦ (સં. ૧૫૨૬)માં હયાત હશે. એણે પોતાના એક કાવ્યમાં પોતાને માટે ‘મંત્રી’ વિશેષણ આપ્યું હોઈ એ કોઈક રાજ્યનો કારભારી કોટિનો પુરુષ હોય. એક મહત્ત્વની વસ્તુ એ પણ જાણવા મળે છે કે વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં રચાયેલા પદ્મનાભના ‘કાન્હડદે– પ્રબંધ'માંની પંક્તિઓ ‘સીતાહરણ’ની કેટલીક પંક્તિઓ સાથે મળતાપણું ધરાવે છે૯ અને પ્રસંગ પણ એકસરખા વર્ણિત થયા જોવા મળે છે, તેથી એ બંને કવિઓનો નિકટતાનો સંબંધ પણ હોય. આ રીતે પદ્મનાભ વીરસિંહ અને કર્મણ કદાચ એક જ પ્રદેશના પણ હોઈ શકે. ‘કાન્હડદે પ્રબંધ’ પશ્ચિમ મારવાડમાંના જોધપુર નજીકના જાલોરમાં રચાયેલો છે. વીરસિંહ અને કર્મણ પણ ત્યાંના કે નિકટના પ્રદેશના હોય. નામ ઉપરથી કદાચ એ વણિક મેશ્રી હોઈ શકે. કવિ તરીકે કર્મણમાં કાંઈ વિશેષ મળતું નથી. રામાયણનું વસ્તુ લઈ હકીકતને રામકથા સરળ ભાષામાં પદબદ્ધ ક૨વાનો એનો માત્ર પ્રયત્ન છે. આ આખ્યાનમાં ‘પવાડુ' મથાળે ચાલુ સરૈયાની ४०
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy