SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૮૫ સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : “નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ માંના ‘વસંતનાં પદ-પ (‘નરસૈયાનો સ્વામી રૂડો હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે') અને ૮૫ (“દીઠે કીજે હેલા મેલો, આજ દિન અક્ષે કહેજો, નરસૈયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે') માં કવિતના આઠ આઠ કૃતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ યુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે. આ બંનેના ઉપાડ (“આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ')માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. “ની' ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (૧કરોની નખશિખહાસ', પધરાવોની વનમાળી). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્દભવે છે. એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. મામેરું ૫)ના જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?” -પદમાં આવતા “માય', રે માય'-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ “વિસારિલા' મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે “માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : “હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય' (૨૪૬), વિજુ ખળે ગર્જિનલે ગે માય' (૨૫૧), યમુના જળેહી કાળી નો માય... ગળાં મોતી એકાવળી કાળી વો માય' (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું રે માય' મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ –પ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે. નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ચાતુરીઓમાં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઈચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ગોવિંદગમન (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્ત્રપદનો રાસ' – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઈચ્છારામ દેસાઈએ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy