SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧ રાસસહસ્ત્રપદી' શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. વિવાહ'-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં લક્ષ સવા કીર્તન તણો નીમ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની" આસપાસ થવા જાય છે. કે. કા. શાસ્ત્રી લગભગ સં. ૧૭૦૦ આસપાસની હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : “નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્યિકામાં ‘તિ વિષ્ણુપ સમાપ્ત એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો “ વિષ્ણુપદ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.”૫૭ આ “વિષ્ણુપદ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઈતિહાસ (ચતુર્થ ભાગ, સં.૨૦૨૫ પૃ.૫૦)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છે . તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદકી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.' ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો વિષ્ણુપદથી ઉલ્લેખ કરે છે : તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.” નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરોગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજવો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્મ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે. આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો તૈભવ નરસિંહને કારણે છે. કાવ્યસિદ્ધિ નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે? - નરસિંહનું ઉકિતબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ. કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. “ચાંદલિયો રમવાને આલો'ની શિશુની રઢ હોય કે મથુરા જાઓ તો મારા સમ હો લાલ' એ વિરહભીરુ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy