SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧ અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. “વાસડિયાં' સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ખોટી' સાથે ‘ઝોટી', ડોટી' આદિ બીજા એક પદા૩૪) માં. એક પદ (૪૧)માં પોથે સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. “ભણે નરસૈયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે' –એમચોથી કડી હોઈ, ચોથે શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. “સાત સાંધું ત્યારે તેટ તૂટે એ લોકોક્તિના પ્રાસમાં આવતા “રંક મનાવું ત્યાં રાય રૂઠે માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંત»ાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે' - એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ “આડડો રે પડ્યો છે અહંકાર' (૩૦)માં “આડો’ નું આડડો રૂપ, પછી આવતો રે', તેમ જ 'ડ', “ર', “ઓ-એ' અને “આનાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે. ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે. ૪. ઉજ્વળ વાણી પદવૈભવ નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય. - નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના “ગીતગોવિંદ'માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો “સૂરસાગર' પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy