SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૮૧ ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઈચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ “રચી પરપંચ' માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે – એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું.-એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોર્યું છે તેમાં “અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ થી જાગીને જોઉં તો જગત દીસે નહીં – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી ગીવ વ્રૌવ (જીવ બ્રહ્મ જ છે), તત્ તમ્ સિ તે જ તું', એ પ્રતીતિમાં –બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે. ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા - આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષાછંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આદ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દ શબ્દ ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. “ભવન પર ભવન પર છત્ર દાખે' (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. પ્રેમરસ પાને તું–જેવામાં ‘ને' થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. “કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા' –જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે. આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત મોરના પિચ્છધર', “લહાણનાં વહાણ“રત્નચિંતામણિ જન્મ', “દુરમતિનાં. ડાલાં,” થોથાં ઠાલાં', “અંધ ગુરુ... નિરંધ ચેલા', એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા “શું થયું... થી’ એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?” –એવી કે તે તો' થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. કે થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ અલ્યા' થી શરૂ થતા ઉદ્દબોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચચે લયપૂરક જેવો મુકાતો ને “એમ ને કરતાં રે (પર), કાળા ને ફીટી રે' (૫૩) અને વાદળ ને મચ્યું રે' (૩૦)માં મળે છે. શ્વાસનો શો વિશ્વાસ”, “ઈશને ઈરષા છે નહીં જીવ પર, દેહ કારણ રખે સ્નેહ જાયે,’ –જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy