SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ એણે પ્રત્યક્ષ કરાવી છે : “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે'. ઉપનિષદ કરતાં પણ વિશેષ વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે. [૮] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ હૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી, ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી. વેદ તો એમ વદે, સ્મૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય. જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા; ભણે નરસૈયો એ તે જ તું, તે જ તું, એને સમયથી કંઈ સંત સીધા. (૪૨) અહીં તત ત્વમ્ મણિ (તે તું છે) એવો તે જ તું ઉદ્દઘોષ છે. હું એ જે જડ મૂર્તિને “તુંકરીને સ્થાપી હતી તે ‘તું આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્યવિલાસથી ચિત્ત તદ્રુપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઈચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચેતન્ય, એ પરબ્રહ્મ, તે જ તું' – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે. ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યકત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા અખિલ બ્રહ્માંડમાં એક તું અને જાગીને જોઉં તો જગત દીસે નહીં એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની “કનક-કુંડલ' અને અંતે તો હેમનું હેમ –એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને “ગ્રંથ ગરબડ' સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં જ પાક્કી ને ગરમત –તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છયું :ોરં વધુ ચામ્ – એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે અને એ બધાને પણ ગ્રંથ ગરબડ સાથે જોડડ્યું હતું. જાગીને જોઉં તો'- એ પદમાં ફરી કનક-કુંડળ' એ અંતે તો હેમનું હેમ છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy