SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૭૭ શ્રીકૃષ્ણ)ની વ્રુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની ધ્રુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય. આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિવાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે. બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો; નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજવાએ રસ સરસ પીવો. અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ–ઊધની માંહ્ય માહાલે; નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯) આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે સોહમ્ ધ્વનિનું ગુંજન, આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી ધ્રુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિએ એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ’ ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે' માં “સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ' શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન–સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે. જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું' નો તો અહીં કયાંય પત્તો નથી. ‘હું પણું’ ટળ્યું છે, સોમ્‘તે જ હું' નાદના પ્રભાવે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy