SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ વળી સરખાવો : કૃષ્ણવિના નહિ કોય; નરસિયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩) આ “-તું જે ટાળવાના હતા, તે ટાળ્યા. તે' ના ઉપલક્ષ્યમાં હું અને ‘તું'-ને સમજવાનું સૂચન અનુક્રમે “નીરખને ગગનમાં અને જાગીને જોઉં તો માં થયું છે. નીરખને ગગનમાં અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ “નીરખને માં ને પરના કાકથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય! (૪.નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું, તે જ હું – શબ્દ બોલે. એ સોદમ્ (તે જ હું, સોડમ્ (તે જ હું -શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને તે જ (શ્યામસુંદર) હું છું માટે – શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે'. એમ ગાઈ રહે છે. શિયામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી. ૨યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી, જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી. શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દિશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણપ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને - તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકીને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી? ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં તેમની કોર જ્યાં નીસરે તોલે; સચ્ચિદાનંદ આનંદકીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्थिता यदि भाः, सदृशी सा स्याद् भास: तस्य મહાત્મનઃ | ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy