SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧ તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહ મહિમા કર્યો છે. પુત્રના “વિવાહના અંતે આવતું પદ – [૫] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું. ત્રિકમા, એક તું એક તું એક પોતે – એમ એક તત્ત્વની વાત કરે છે. સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું – સગણુ એ નિર્ગુણ સ્વરૂપ છે. બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,' – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો ટ્રાન્ટેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વય છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ બે નથી એવું એક તું એક તું એક છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કષ્ણની ભક્તિ છે. તે નવધાથી ન્યારો' છે. (૫૭) “નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે'- નવધાભક્તિથી નિવેડો પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિકરવી જોઈશે પાછળથી આવતો અખો વ્યાશીમી ભક્તિની વાત કરે છે. “અચવ્યો રસ છે એની પાસે', એની અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા' છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉગાર, પછી, મળે છેઃ જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે; આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે. ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે - પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું - ચીનવાનું છે : પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે, એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે. આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે : ૬.) જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષ દેહ તાહારો ;એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. પછી અનેક જૂઠી સાધનાઓ (શું થયું જ્ઞાન સેવા ને પૂજા થકી.. શું થયું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy