SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૭૫ ઈશ, તું સાહ્ય થાજે સદા રે.' તેમ છતાં દુ:ખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે ક્યા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે પૂર્વનાં કર્મ જો હિર ભજ્વે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?” –તો ભક્તિ ક૨શે કોણ? નરસિંહ કહે છે આકના વૃક્ષથી અમૃતળ તોડવા' તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો' ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.' અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કા૨ણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું એક તું,' ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું' વિશે પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું' ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું' ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઈલાજ બતાવું? આ ‘હું-પણું’ તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું' એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું’ જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’ બીજા એક પદમાં ‘હું' (જીવ) અને ‘તું' (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે. [૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં ાં લગી તું રે હઈશે. હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે? સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી. શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગે શિવ હોયે; જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે. તાહરા-માહા નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે. ૬ કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ઉદક માંહે જયમ લવણ મલે રે તેમ તમશું મોરી દેહા,' કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy