SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ક્યાં રે જઈએ? ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.' પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. હિરહિર રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કમ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે... મૂઢ શું જોઈને મૂછ મરડે?' (૨૦) ‘હિરતણું હેત તને કયમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું' (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.' બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો' ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ જપ ન કરે તે જીભલડી નહીં, ખાડિયાં' એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની તેઓ મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા, વાદામાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, -રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. સમરને શ્રી હિર, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગ૨ સમજે કહે મારું તારું,' (૩૩) એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, કાં ન જાગે?' અને સમજાવે છે કે ‘ભરનિદ્રા' માં રહેતાં શરમાવાવારો આવશે જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશેઃ ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે'. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે. - નરસિંહ મહેતા ૧૭૧ - ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે... સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે... પટક માયા પરી, અટક ચરણે હિર, વટક્ય મા વાત સુણતાં જ સાચી. આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી. અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું; ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧) ઉપદેશની વાત પણ ઝમકદાર વાગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, –એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે. નરસૈંયો પોતાને માહામતિ' નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ'ઓની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy