SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ આશ્ચર્ય નથી. વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ત્યાં નવ વસિયે વાસડિયાં' એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ પ્રેમભક્તિમાં ભંગ પડવો' એ એને મંજૂર નથી. “દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?” (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ. કુટુંબને તજીએ. જેમ તજે કંચુકી સાપ રે” (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : “લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ-' (૩૭), લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છીં આજ' (૩૦). જો જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે', જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજુઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનના પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં. - ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. “ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે' (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઈચ્છા રાખતો નથી, કેમકે કષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે'- આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, બેઉ કર જોડીને નરસૈયો વનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાગે” (ર), જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું (૨૯) માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે. નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે: “એક ઉપાસના : જઈને વળગો' (૩૬). જાગજોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની જાળ કાપી ગયા જંન શૂરા'. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે: “મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy