SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૬૯ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? “કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? વૈષ્ણવ તે જે સ્નેહમારગી એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્પથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. પરાઈ' શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા-નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્નો સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્પથી-કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? વંદે પછી “નંદ્યાની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપયા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. વેરાગ મનમાંહેની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, “નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે. આવો પુરુષ પોતે એકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થકર સમાન નીવડવાનો. સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં પીડ પરાઈ'નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy