SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો. થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતીનપયોધર શીચિયો. ચાલો શોલસહસ કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો). શેષનાગની વેણ્ય શાંચર્યો. ત્રિભોવન છાયા ધરી રહ્યો.ચાલો. દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો. ભણે નારસિયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો. (૮) સોળ સહસ કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. પયોધરનો શ્લેષ ભલેને અચિનિત પણ અર્થપૂર્ણ છે. નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહમાં આ કૃતિ મળે છે. પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે-ભણે નરસૈયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે. કૃષ્ણ રૂપી આંબાની સફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે. ૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો –પરિણતપ્રજ્ઞાની પ્રસાદી ગોપાળકષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિના ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે. નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી'. | સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક પઢો રે પોપટ રાજા રામના પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃગંતસોહામણું “સુખદુઃખ મનમાં ન આણીએ' (૬૦) અને ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ” એ વાસ્તવવર્ણનથી અને ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ' જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું “ઘડપણ કેણે મોકલ્યું' (૬ ૧)- એ એના ઉત્તમ નમૂના છે. જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે (૫૧) એ પદ સુખમાં સંભારજો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy