SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૬૫ દીકરા છે– તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે?- એમાં ભેદ છે. સામ દામ ભેદ દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે?– એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ’ શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાલક બલવત્તામાં ભલભલા નાગનો સમોવિડયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ગગન ગાજે હાથિયો' (આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયુરની) છે. નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર'માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪ નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે. બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છેઃ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪) નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ ( બિપિ દ્રવ્ય ) છે તેનો કાંઈક ખ્યાલ તો ગોકુલ આંબો મોર્યો' એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્દગારાયેલા આનંદગાનમાંથી મળશે : ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો. સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભોવન છાહ્યા ધરી રહ્યો. ચાલો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy