SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા : ૧૬૭ રે, જો હોય પેલા ભવનું પુન્ય' એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક ક૨વો' (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે.... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે’ આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ કૃષ્ણ વિના બીજું સર્વ કાચું' એ સમજાવે છે. ‘અમે રે વહેવારીઆ રામનામના' (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું રાત રહે જાહરે પાછલી ખટ ઘડી' (૧૫) સૌને આપઆપણા ધર્મ સંભાળવા’ આદેશે છે. - જેની સાધના જૂઠી’ નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન' તરીકે ઓળખાવે છે. સાધનું-વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે? નરસિંહ ભક્તિના રંગમાં લેલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા'મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ-પદ કેરું બિરદ ઝાલે!'(૩૮)– એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર વૈષ્ણવ' થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે”, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં'- ભજનો ગાઈને ભક્તમાં હિરજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની' એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે : પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે; અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે. જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે; દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે. પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy