SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ -૧ તારા કાનુડાને સાદ કરીને વાર રે'- એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ-(કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે. બાળક રમવા માટે પેલો ચાંદલિયો' માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો; નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો. રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ : માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે. લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ? ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે? વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો, નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬) ગોવર્ધનગિરિનો ભાર લાગશે-ટચી આંગળીએ ત્રસક નાંખશે, તું તારે પરવત મૂક પાછો ધરણી'-એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા “સહુ રહેશે તેમ આપણ રહેશું—એવું કહે છે ત્યાં વ્યવહારુ ગુજરાતી સમાજની પરાક્રમપરાડમુખતાની મરશે’– હશે–વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮). બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. જળકમળથી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ,-દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. જાને' (નરસિંહથી નાના કવિને આ ને? ઉમરેવાનું સૂઝયું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફરિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટુ રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy