SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૬૩ છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમાં કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી : જેમ તેમ કરીને પદરજ પામું. અહીં થઈ જદુપતિ જાય રે, -ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે. મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે : પહેલી પોળે માર્યા પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે; બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે. ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે; લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે. આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણ કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે. “કૃષ્ણ જન્મવધાઈનાં પદ' માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છેઃ “નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.” બાળલીલાનાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે બાળલીલા રચી એણી રીતે'-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહા છંદલહેકાવાળો છે; નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણ કીધું. ક્યાંક સ્વભાવોક્તિ વાછડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે' (૭) જેવામાં મળે છે. ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત જશોદા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy