SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાક આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહ ગુજરાતીભાષીઓની જિલ્લા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન કોઈ છે રે મથુરા જાય (૫૩૬) “છે જે' ને બદલે “છે રે' યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. હું ને ઊભી'તી રે' (૧૫૯) માં અને વ્યાકરણદષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સજ્જતા – વ્હી-સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. પાછે ને ડગલે રે (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છેઃ “મસમસતો મંદિર આવે' (૯૮), “ભાવતું ભાવતું પાઉં રે' (૧૯), ચાંપી ચુંબન દેતી રે' (૪૪૬), ભાતી મંગળ ગાઉં રે (૪૪૭), ગમતું ગમતું કરીએ રે' (૪૪૭), રેણી વિહાણી' (૧૪૭), “મનગમતો મેં મચકો કીધો'(૧૦).. વળગાઝૂમી તમે ના કરો રે' જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, નેણાં નિદ્રાલવામાં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ઓછા માણસની પ્રીત કરતાંમાં હલકાની અવેજમાં “ઓછા' ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં “બાઈ રે ભરવાડ' (૧૩૬) કે “હાંઉ રે બાઈ' (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે. વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગાપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે. નરસિંહે ભાગવતને અનુસરી “શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદાની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. “શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય'. આ અગિયાર પદોની કૃતિ “કૃષ્ણલીલાની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy