SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૬ ૧ ક્ષણ આંગણે ક્ષણ મંદિરમાંહે ક્ષણક્ષણ આવું દ્વાર રે. (શું. ૧૯૨) દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે : ગાજે ગાજે રે ગોરસગોળી, સિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શે. ૬૧) મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી' હાથથી નેતરું તાણે રે.” ત્યાં કૃષ્ણ – ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે, ભણે નરસૈયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે? (શું. ૪૭૩) આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બળે ઉપમા પણ ગોઠવી દે છેઃ “સુંદરવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન' (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે : સુંદરીનાં નયનસમાં નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે. બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬) તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે : ચંદ ગવંદ ભોયંગ કરિગ સિંઘ એકવાશ વસતા રે. નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરતા રે. ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો,સંઘમૃગ-ગજ વન ત્રાધ રે. (૧૦) શૃંગારમાળામાં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: “લચી-શી ચતુરા ઊભી' (૪૬૮), નેત્ર ભરીભરી પીધો રે (૪૪૯), “એના ઉર પર નાચે મોર' (૪૯૩), “વાટ મરોડી જાયે રે ૫), ‘રહી ન શકું મારા તન માંહે ર૫), “ફૂલી કલી અંગ ન માય રે (૨) “શણગટડો સંકોરું રે (૨૬), યૌવન મારું લહેરે જાયે' (૩૭), હીડું મોડામોડરે' (૮), “અવળો અંબોડો વાળે રે' (૧૦૯), ચાંદલો તપે રે લલાટ' (૩૨૭), “ચાંદલો ઘૂંઘટમાં ઝલકે (૩૨૯), “મુખશું મુખ મલી કલી શું કલી' (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરયંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy