SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃિતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર “મેહુલો ગાજે ને માધવ નાચે' (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે. અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે : અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે, દીપકયોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધન્ય હશે. લલિત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ. શબદ સોહામણા ાવજય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ. કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩) પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને વાહણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં' (૧.૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે. વજનો વિહારી “અમો ઘેર પ્રાહુણલો રે (શું. ૨૦), એ સમયે હાં રે શું શા શા સજું શણગાર?' - એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે : માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ. સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. માંગથી ખેંચાઈ આવતું ક્રિયાપદ માગું માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે. સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે : કાળા કમખાની મારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે, વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ... રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શું. ૪૬) એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર “ગોકુળથી મથુરા ગયા કાંઈ અમને આરે મૂકી રે એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy