SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ કૃષ્ણ હેતથી હળ્યામળ્યા-એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો' અને ચોમેર જુએ છે તો દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!' બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.' સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.' ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં’, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.’ નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ -ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે. - નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂ૨ ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત'નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – વીસરી ગયું છે કે વી૨ તને સાંભરે?” સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે,' રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો પીતાંબરી પણ લીધી ઉતારી' ઉદ્ગાર વગેરે નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં તને સાંભરે રે', “મને કેમ વીસરે રે” – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે’ આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધમાં છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy