SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૪૩ આવ્યા છે. (સામળશાના વિવાહનો ઈચ્છારામ સૂ. દેસાઈએ “નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહમાં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, - વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. “સુદામાચરિત્ર'ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને “મુક્તિપુરી” લઈ જાય છે ત્યાં એ “કનકની ભૂમિ ને વિશ્ર્વમના થાંભલા' જુએ છે. “સુદામાચરિત્ર'માં કનકની ભૂમિ ને રત્નના થાંભલા'નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ નિરધન સરજિયાં તે ઉદ્દગારો “મામેરુંના ‘નિર્ધન નર કાં સરજિયા, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. નરસિંહમાં સુદામાની પત્ની “ઘેર બાળક સહુ દુઃખ પામે બહુ, અન ને વસ્ત્રથી રહે છે ઊણાં – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ માગે બાળક લાવો અન્ન એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગે, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. “સ્વામી સાચું કહ્યું, બોલવું નવ રહ્યું', વળી “કંથનાં વચન તે વેદવાણી'. મારું ક્યાં અજાણ્યું છે? “ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.” તમારાથી નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.” તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એકવાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે સ્વામી રે સ્વામી કરતી અરધી અરધી થઈ જતી એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીનાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યા, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ. - નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે મિત્ર' શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : સરવા સાક્ષાત્ શ્રિય: પતિઃ (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy